દિલ્હીમાં ધમાકા કરવાનું કાવતરું નિષ્ફળ, બે આતંકવાદી પકડાયા

PC: ANI

નવા વર્ષમાં આતંકવાદીઓના ધમાકા કરવાના મનસુબા પર દિલ્હી પોલીસે પાણી ફેરવી દીધું છે,.નવા વર્ષમાં દિલ્હી પોલીસને મોટી સફળતા મળી છે અને ધમાકા કરવાની સાજીશ કરનારા બે આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. બનેં આતાંકવાદીઓ ખુંખાર જૈશ- એ- મોહંમંદ સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળ્યું છે.આતંકવાદીઓની સાજિશ નાકમ થવાને કારણે દેશના લોકો અને પોલીસ તંત્રએ રાહતનો અનુભવ કર્યો હતો.આખો દેશ જયારે નવા વર્ષની ઉજવણી કરતો હતો ત્યારે આ આતંકવાદીઓ દિલ્હીમાં ધમાકા કરીને આતંંક ફેલાવવા માંગતા હતા. પણ તે પહેલા પોલીસે ટ્રેપ ગોઠવાની સોમવારે રાત્રે બનેં આતંકવાદીઓની ધરપકડ કરીને તેમના મનસુબાને નાકામિયાબ કરી નાંખ્યા હતા.

દિલ્હીના હચમચાવી નાંખવાન  મોટી સાજિશ નાકામ થઇ છે.દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની ટીમે બે આતંકવાદીઓની ધરપકડ કરી છે. આ બનેં આતંકવાદીઓ જૈશ- એ- મોહમંદ સંગઠન સાથે સંબધ રાખે છે.પોલીસે કહ્યું હતું કે બનેં આતંકવાદીઓ દિલ્હીમાં મોટી સાજિશને અંજામ આપવાની ફિરાકમાં હતા.દિલ્હીમાં મોટા બોંબ ધડાકા કરવાની આતંકવાદીઓનો મનસુબો હતો.

જાણવા મળેલી માહિતી મુજબ દિલ્હી પોલીસને ઇનપૂટ મળ્યા હતા કે દિલ્હીમાં બોંબ ધડાકા કરવાની સાજિશ થઇ રહી છે અને બે આતંકવાદીઓ તેના પર કામ કરી રહ્યા છે.દિલ્હી પોલીસે તેમની સાજિશ નાકામ કરવા માટે ટ્રેપ ગોઠવી હતી અને બનેં આતંકવાદીઓને સોમવારે રાત્રે 10.15 વાગ્યે  દિલ્હીના મિલિનિયમ પાર્ક પાસેથી ઝડપી લેવામાં આવ્યા હતા. તેમની પાસેથી મોટા પ્રમાણમાં હથિયાર જપ્ત કરવામાં આવ્યા હતા.

પોલીસ પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ પકડાયેલા આતંકવાદીઓની ઓળખ  થઇ છે. જ્મ્મૂ-કશ્મીરના બારામુલા જિલ્લાના સોપોરમાં રહેતો અબ્દુલ લતીફ અને કુપવાડા જિલ્લાના હટ મુલ્લાં ગામનો રહેવાસી અશરફ ખાતાનાની ધરપકડ કરવામાં આવી છે.પોલીસે તેમની પાસેથી બે સેમી ઓટોમેટિક પિસ્તોલ અને 10 જીવતા કારતૂસ જપ્ત કર્યા છે.બનેં આતંકવાદીઓ દિલ્હીમાં બોંબ ધમાકા કરીને દિલ્હી હચમચાવતા માંગતા હતા.

પોલીસે બનેં આતંકવાદીઓની કરેલી પુછપરછમાં જાણવા મળ્યું હતુ કે,પાકિસ્તાનના હેંડલર્સના ઇશારા પર બનેં આતંકવાદીઓ કામ કરી રહ્યા હતા.તેમના મોબાઇલના વ્હોટસ એપમાંથી જે ગ્રુપ મળ્યા છે તેમાં પાકિસ્તાનના નંબર પણ એકિટવ છે.બનેં આતંકવાદીઓ દેવબંધ કનેકશનની પણ પૂષ્ટિ થઇ છે.આતંકવાદીઓના વિદેશી કનેકશન અને ભારતના રાજયોમાં આતંકી નેટવર્ક વિશે પોલીસ સતત પુછપરછ કરી રહી છે.

.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp