નવરાત્રીનું વેકેશન ન આપનારી શાળાનું દિવાળી બાદ શૈક્ષણિક કાર્ય શરૂ ન થયું અને પછી

PC: youtube.com

રાજ્યની તમામ શાળાઓમાં દિવાળી વેકેશન પૂરું થઈ ગયુ છે, પરંતુ સુરતમાં 400 જેટલી શાળાએ રાજ્ય સરકારના નિર્ણયનું ઉલ્લંઘન કરીને આજથી શૈક્ષણિક કાર્ય શરૂ કર્યું નથી. ગુજરાત સરકાર દ્વારા નવરાત્રિના વેકેશનની જાહેરાત કરવામાં આવી હતી. જેના પગલે 21 દિવસના દિવાળી વેકેશનના દિવસો ઘટાડીને 14 દિવસનું કરવામાં આવ્યું હતું. રાજ્યના મોટાભાગના શહેરો અને ગામડાંઓમાં રાજ્ય સરકારના નિર્ણય અનુસાર નવરાત્રિ વેકેશન આપવામાં આવ્યું હતું, પરંતુ રાજ્ય સરકારના નવરાત્રિ વેકેશનના નિર્ણયનો વિરોધ કરતા સુરતની સ્વનિર્ભર 400 જેટલી શાળાઓએ બાળકોને નવરાત્રિ વેકેશન આપ્યુ ન હતું. જેના કારણે સુરતની 400 શાળાઓના સંચાલકો દ્વારા 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર કરવમાં આવ્યુ છે.

આજે રાજ્યના મોટાભાગના શહેરો અને ગામડાંઓમાં રાજ્ય સરકારના આદેશ અનુસાર દિવાળી વેકેશન પૂર્ણ કરી શાળાઓનું શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે સુરતની 400 જેટલી શાળાઓમાં હજુ સુધી શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું ન હતુ. જેથી સુરતની આ ખાગની શાળાઓ આજે પણ બંધ રહી હતી. શાળાઓના આવા વલણના કારણે DEOની નજર આ તમામ શાળાઓ પર રહેલી છે. DEO દ્વારા આ તમામ શાળાઓનો એક રીપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. આ રીપોર્ટ અનુસાર તમામ શાળાઓને નોટીસ આપીને આ મામલે જવાબ માંગવામાં આવશે અને આ જવાબનો એક અહેવાલ તૈયાર કરીને શિક્ષણ બોર્ડને સોંપવામાં આવશે. હવે જોવાનું એ છે કે, નવરાત્રિના વેકેશનનો ઇનકાર કરનારી શાળાઓ સામે હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી, ત્યારે દિવાળીના વેકેશનને લંબાવીને સરકારના આદેશો સામે સીધી ટક્કર લેનારી 400 શાળાઓ પર સરકાર દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp