દિલ્હીની 3 સરકારી શાળાઓ દેશની ટોપ-10 સરકારી શાળાઓમાં સામેલ

PC: indiatvnews.com

શિક્ષણની બાબતોને લઇને એક પોર્ટલ દ્વારા દર વર્ષે સર્વે કરવામાં આવતું હોય છે અને પછી શાળાઓને રેંકિંગ આપવામાં આવતી હોય છે. દેશની ટોપ-10 શાળાઓમાં દેશની રાજધાની દિલ્હીની 3 સરકારી શાળાઓ પણ સ્થાન મેળવવામાં સફળ રહી છે.

બધી સરકારી શાળાઓમાંથી દિલ્હીની એક સરકારી શાળાને દેશની શાળાઓમાંથી પ્રથમ નંબર મળ્યો છે. તો દિલ્હીની બીજી બે શાળાઓને ટોચની 10 શાળાઓમાં સ્થાન મેળવવામાં સફળતા મળી છે. આ રેંકિંગ ગયા અઠવાડિયે શિક્ષણ સાથે જોડાયેલી પોર્ટલ ‘એજ્યુકેશન વર્લ્ડ ઇન્ડિયન સ્કુલ રેંકિંગ 2019’ દ્વારા રેંકિંગ જાહેર કરવામાં આવ્યું હતું. દિલ્હીની રાજકીય પ્રતિભા વિકાસ વિદ્યાલય (RPVV) સેક્ટર 10 દ્વારકાને એજ્યુકેશન વર્લ્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી આ યાદીમાં પહેલું સ્થાન મળ્યું છે. આ પોર્ટલ શિક્ષકો અને શિક્ષણ ચાહકો માટે શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા કામો કરે છે. જે દર વર્ષે શાળાઓ માટે રેંકિંગ જાહેર કરે છે.

આ વર્ષે જાહેર કરવામાં આવેલા આ રેંકિંગમાં દિલ્હીની RPVV શાળા 5માં નંબરે પહોંચી ગઇ છે, જ્યારે RPVV રોહિણી શાળા 7માં નંબરે રહીને દેશની ટોપ-10 શાળાઓમાં સ્થાન મેળવવામાં સફળ રહી છે. દિલ્હીના મુખ્યામંત્રી અરવિંદ કેજરીવાલે આ શાળાના આચાર્યો અને શિક્ષકોને અભિનંદન પાઠવ્યા છે. દિલ્હી સરકારે શિક્ષણ અને સરકારી શાળાઓના સુધારમાં ધ્યાન આપ્યું છે. પ્રશાસન દ્વારા સરકારી શાળાઓ પર વધારે ધ્યાન આપવામાં આવે તો શિક્ષણનું કથળેલું સ્તર સુધરે તેમ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp