300 એન્જિનિયરિંગ કોલેજ થઈ શકે છે બંધ

PC: eruditelearning.com

દેશભરની 300થી વધુ પ્રાઇવેટ એન્જિનિયરિંગ કોલેજો પર તલવાર લટકી રહી છે. આ કોલેજોમાં 2018-19ના શૈક્ષણિક સત્ર માટે વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવશે નહીં. આ કોલેજોમાં છેલ્લા 5 વર્ષથી 30% એડમિશન પણ નથી થઈ રહ્યાં. HRD મિનિસ્ટ્રીના એક સિનિયર અધિકારીના જણાવ્યાનુસાર મિનિસ્ટ્રી આવી 500 અન્ય એન્જિનિયરિંગ કોલેજો પર પણ નજર રાખી રહી છે, જેમાં નક્કી સીટો પર એડમિશન નથી થઈ રહ્યાં. ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશનની તમામ કોલેજોને સાયન્સ કોલેજ અથવા વોકેશનલ એજ્યુકેશનલ ઈન્સ્ટિટ્યૂટમાં બદલવા માટે કહેવામાં આવ્યું છે. AICTEની વેબસાઇટ મુજબ ભારતમાં લગભગ 3000 એન્જિનિયરિંગ કોલેજ છે, જેમાં 13.56 લાખ સ્ટુડન્ટ્સ ભણે છે. આ કોલેજોમાંથી 800 કોલેજોમાં નક્કી સીટો પર 50%થી ઓછું એડમિશન થઈ રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.