26th January selfie contest

23 ફેબ્રુઆરી યોજાશે ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયનો ત્રીજો દીક્ષાંત સમારોહ

PC: khabarchhe.com

આગામી તા. 23 ફેબ્રુઆરી 2021ના રોજ ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયનો ત્રીજો દીક્ષાંત સમારોહ યોજાવાનો છે. જેમાં મુખ્ય મહેમાન તરીકે ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી પધારવાના છે. આ ઉપરાંત ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરીયાલજી, ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના કુલાધિપતિ હસમુખ અઢિયાજી ઉપસ્થિત રહેવાના છે.

આ દીક્ષાંત સમારોહમાં 73 પીએચ.ડી., 26એમ.ફિલ., 121 અનુસ્નાતક અને 24 સ્નાતક એમ કુલ 244 વિદ્યાર્થીઓને પદવી પ્રદાન કરવામાં આવશે. આ ઉપરાંત સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમોમાં સૌથી વધુ માર્કસ મેળવનાર 21 વિદ્યાર્થીઓને સીયુજી ચંદ્રક પણ પ્રદાન કરવામાં આવશે. ભારતની સંસદ દ્વારા 2009ના અધિનિયમથી સ્થાપિત ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયનો મુખ્ય ઉદેશ જ્ઞાનનો પ્રસાર છે. દેશના સર્વાંગીણ વિકાસ માટે યુવાનોને શિક્ષિત-પ્રશિક્ષિત કરવા અને એના માટે વિશેષ પ્રકારના અભ્યાસક્રમો તૈયાર કરવા, અધ્યયન-અધ્યાપન દ્વારા નવીનતમ વિચારોને લોકો સુધી પહોચાડવા, લોકકલ્યાણ માટેના સંશોધનો દ્વારા નવા જ્ઞાનનું સર્જન કરવા ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલય કટિબદ્ધ છે. આ સંદર્ભમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના મહત્વના આયામોને પ્રભાવી રીતે લાગુ કરવા વિશ્વવિદ્યાલય ધ્રઢ સંકલ્પિત છે અને એ દિશામાં નિરંતર પરિસંવાદો, કાર્યશાળાઓનું આયોજન થતું રહે છે.

 12 વર્ષના ટૂંકા ગાળામાં જ ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલય શિક્ષણના ક્ષેત્રમાં મહત્વનું કેન્દ્ર બની ગઈ છે. અહીના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો દ્વારા થયેલ સંશોધનોને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ છે. NIRF 2016ના રેંકિંગમાં આ વિશ્વવિદ્યાલયને ભારતમાં 60મુ સ્થાન મળ્યું હતું અને ગુજરાતના વિશ્વવિદ્યાલયોમાં બીજું સ્થાન મળ્યું હતું. NIRF 2017 અનુસાર ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલય દેશના મહત્વના 150માંથી એક છે. ઉપરાંત આઉટલુક-2020ના સર્વેમાં ભારતની કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં 18મું સ્થાન પ્રાપ્ત થયું છે.ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયમાં 11 સ્કૂલ ઓફ સ્ટડીઝ અને એક વિશેષ કેન્દ્રના માધ્યમથી નીચે પ્રમાણેના જુદા જુદા વિષયોમાં અભ્યાસ થાય છે.

સ્નાતકમાં 04 વિષયો (ચીની, બી.વોક, જર્મનઅનેસોશિયલ મેનેજમેન્ટ), અનુસ્નાતકમાં 19 વિષયો (ચીની, નેશનલ સિક્યુરિટી, અર્થશાસ્ત્ર, અંગ્રેજી, જર્મન, ગુજરાતી, હિન્દી, રાજયશાસ્ત્ર, રાજનીતિ અને આંતરરાષ્ટ્રીય સંબંધો, સમાજકાર્ય, નાગરિકશાસ્ત્ર, શિક્ષણ, રસાયણવિજ્ઞાન, પર્યાવરણ વિજ્ઞાન, ઔધિયોગિક, જીવનવિજ્ઞાન, નૈનો ટેક્નોલૉજી, સામાજિક પ્રબંધન, લાઈબ્રેરી સાયન્સ) એમ.ફિલ. 11 વિષયો (રસાયણવિજ્ઞાન, તુલનાત્મક સાહિત્ય, ડાયસ્પોરા અધ્યયન, અર્થશાસ્ત્ર, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, આંતરરાષ્ટ્રીય રાજનીતિ, નેશનલ શિક્યુરિટી, વિજ્ઞાન) પીએચ.ડી. 18 વિષયો (એપ્લાઈડ કેમિસ્ટ્રી, કેમેસ્ટ્રી, તુલનાત્મક સાહિત્ય, ડાયસ્પોરા અધ્યયન, અર્થશાસ્ત્ર, શિક્ષણ, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, પર્યાવરણ, જર્મન, આંતરરાષ્ટ્રીય રાજનીતિ, લાઈબ્રેરી અને ઇન્ફોર્મેશન સાયન્સ, જીવનવિજ્ઞાન, નૈનો સાયન્સ, નેશનલ વિજ્ઞાન, સામાજિક પ્રબંધન એમ અધ્યયન-અધ્યાપન કરાવવામાં આવે છે.

અહીં એ ઉલ્લેખનીય છે કે કોવિડ સંક્રમણના સમયમાં પણ 97.6 ટકા વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણમાં જોડાયેલા રહ્લાં છે એટલું જ નહીં બધી જ પરિક્ષાઓ ઓનલાઈન પૂરી કરવામાં આવી છે. આ ઉપરાંત સામુદાયિક વિકાસના કાર્યો જેવા કે ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’, ‘ઉન્નત ભારત અભિયાન’ ના કાર્યક્રમો, પરિસંવાદો પણ કરવામાં આવ્યા છે. વિશ્વવિદ્યાલયના અધ્યાપકો દ્વારા 670 જેટલા સંશોધન લેખો જૂદા જૂદા સામયિકોમાં પ્રગટ થયા છે. આ ઉપરાંત 14 પેટન્ટ કરાવામાં આવી છે, જેમાં 2 પેટન્ટ વ્યવસાયિક ધોરણે બજારમાં ઉપલબ્ધ છે. આધુનિક શોધખોળો માટે પણ વિશ્વવિદ્યાલયમાં જરુરી આધુનિક યંત્રો તથા વ્યવસ્થાઓ છે. આધુનિક વિજ્ઞાનના જુદા જુદા આયામો જેવાકે જીવવિજ્ઞાન, કાર્બન કેમિકલ, નેનૌ ટેકનોલોજી, પદાર્થવિજ્ઞાનના ક્ષેત્રોમાં અનેક ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp