અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને સનાતન ધર્મ ભણાવાશે

PC: zeenews.india.com

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં (AMU) હવે વિદ્યાર્થીઓને સનાતન ધર્મનો અભ્યાસ કરાવવામાં આવશે. યુનિવર્સિટીના ઇસ્લામિક સ્ટડીઝ ડિપાર્ટમેન્ટના ચેરમેન તરફથી ઉચ્ચ અધિકારીઓને આ બાબત સાથે જોડાયેલી દરખાસ્ત મોકલવામાં આવી છે, જેમાં વિદ્યાર્થીઓને હવે સનાતન ધર્મનો પણ અભ્યાસ કરાવવા માટે આગ્રહ કરવામાં આવ્યો છે. પ્રસ્તાવ મુજબ આ અભ્યાસ ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન માટે હશે, જેમાં સનાતન ધર્મ સિવાય અન્ય ધર્મો વિશે પણ જણાવવામાં આવશે.

PM મોદીએ કર્યા હતા વિભાગના વખાણ

AMUના શતાબ્દી વર્ષની સમારોહ ઉજવણી અંતર્ગત આયોજિત યોજાયેલા વર્ચ્યુઅલ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે સામેલ થયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ AMUના ઇસ્લામિક સ્ટડીઝ વિભાગની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે વિદેશી વિદ્યાર્થીઓને ભારતની સંસ્કૃતિથી પણ રૂબરૂ કરાવવામાં આવે.

PM મોદીના વખાણ પછી વિભાગના શિક્ષકોએ કહ્યું હતું કે, AMU આવું કામ પહેલાથી જ કરી રહ્યું છે અને આગળ પણ કરતું રહેશે. આ જ કડીમાં વિભાગ તરફથી હવે નવો કોર્સ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કમ્પ્રેટિવ રિલીઝન નામથી શરૂ થનારા આ કોર્સ દ્વારા વિદ્યાર્થીઓને સનાતન ધર્મનો અભ્યાસ કરાવવામાં આવશે. સાથે જ તેમને અન્ય વિવિધ ધર્મો વિશે વિસ્તારથી જણાવવામાં આવશે. અધિકારીઓનું કહેવું છે કે, આ કોર્સ આગામી શૈક્ષણિક સત્રથી વિભાગમાં શરૂ કરી દેવામાં આવશે.

યુનિવર્સિટીએ આ નિર્ણય પણ લીધો

આના પહેલા, AMU પ્રશાસને ઇસ્લામિક સ્ટડીઝ વિભાગમાં ભણાવવામાં આવતા પાકિસ્તાન અને ઇજિપ્તના લેખકોના પુસ્તકોને પોતાના અભ્યાસક્રમમાંથી દૂર કરવાનો નિર્ણય લીધો. આ બંને પુસ્તકો યુનિવર્સિટીના MA અને BAના વિદ્યાર્થીઓને ભણાવવામાં આવતા હતા.

AMU પ્રશાસને આ નિર્ણય સામાજિક કાર્યકર્તા મધુ કિશ્વર સહિત 20 થી વધુ શિક્ષણવિદોના પત્રો લખ્યા બાદ લીધો. જણાવવામાં આવી રહ્યું છે કે, શિક્ષણવિદોએ આ પત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખ્યો હતો.

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીને ભારતીય સંવિધાનની સાતમી અનુસૂચિ હેઠળ રાષ્ટ્રીય મહત્વની સંસ્થા માનવામાં આવી છે. 1967મા સુપ્રીમ કોર્ટની સંવિધાનની પીઠે પોતાના નિર્ણયમાં સ્પષ્ટ કર્યું કે, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી એક લઘુમતી શૈક્ષણિક સંસ્થા નથી. પરંતુ ત્યાર પછી તેના પર અલગ-અલગ નિર્ણયો આવ્યા, 2019મા સુપ્રીમ કોર્ટે આ યુનિવર્સિટીને ફરીથી લઘુમતી શૈક્ષણિક સંસ્થાનો દરજ્જો આપ્યો. જો કે, શરૂઆતથી લઈને અત્યાર સુધી આ યુનિવર્સિટીમાં અન્ય ધર્મના વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરતા આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp