ગુજરાતની આ શાળામાં મોર બાળકોની સાથે અભ્યાસ કરવા માટે આવે છે

PC: youtube.com

શાળામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવે જાય, બ્લેકબોર્ડની સામે બેસે અને શિક્ષક બાળકોને અભ્યાસ કરાવે છે. પણ તમને કહેવામાં આવે કે, ગુજરાતમાં એક એવી શાળા છે કે, જ્યાં શાળા શરૂ થવાનો ટાઈમ થાય એટલે એક મોર શાળામાં આવે અને બાળકોની સાથે બેસીને બ્લેકબોર્ડની સામે જોઈને શિક્ષક ભણાવે તે ભણે છે. આ વાત તમને માન્યમાં આવે ખરી, પણ આ વાત સાચી છે.

આ શાળા મહુવા તાલુકાના કુંકણા ડુંગરી ગામે આવેલી છે. કુંકણા ડુંગરી ગામની નગર પ્રાથમિક શાળામાં જ્યારે શાળા શરૂ થવાનો સમય થાય છે ત્યારે બાળકોની સાથે સાથે રાષ્ટ્રીય પક્ષી મોર શાળામાં આવે છે અને જ્યાં સુધી શાળા ન છૂટે ત્યાં સુધી મોર શાળાના ક્લાસરૂમમાં બાળકોની સાથે બેસે છે.

 

એવું નથી કે, મોર ખાલી શાળામાં આવીને બેસે છે પરંતુ શિક્ષક જ્યારે શાળામાં બાળકોને અભ્યાસ કરાવે છે ત્યારે મોર બ્લેકબોર્ડ પર વાંચવાનો પણ પ્રયાસ કરે છે. આ મોર શાળામાં એક બે દિવસથી નહીં પરંતુ છેલ્લા દોઢેક વર્ષથી આવે છે. શાળામાં મોર આવીને અભ્યાસ કરતો હોવાની વાત વાયુવેગે આસપાસના ગામડાઓમાં ફેલાતા લોકો વહેલી સવારે શાળામાં મોરને જોવા માટે આવે છે. મોર સોમવારથી શનિવારે શાળામાં આવીને વિદ્યાર્થી સાથે અભ્યાસ કરે છે પરંતુ રવિવારના દિવસે પણ મોર શાળામાં જોવા મળે છે.

કહેવાય છે કે, મોર વધારે મનુષ્ય વસ્તીથી દૂર દૂર જંગલોમાં રહેવાનું વધારે પસંદ કરે છે પરંતુ મહુવાની શાળામાં આવતો આ મોર મનુષ્યની સાથે હળીમળીને રહેવાનું પસંદ કરે છે. આ મોર શાળાના સમયે બાળકોની સાથે ક્લાસરૂમમાં બેસીને અભ્યાસ કરે છે અને રીસેસના ટાઈમમાં બાળકોની સાથે મસ્તી પણ કરે છે. શાળામાં આવતા મોરને જોઈને બાળકોને પણ શાળામાં આવવાનું મન થાય છે. તેથી વિદ્યાર્થીઓ મોર માટે રોજ અલગ અલગ ચણ પણ લાવે અને મોરએ ચણને ખાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp