પાણીની એવી તંગી કે છોકરીઓએ ભણતર બાજુ પર મૂકીને કરવું પડે છે આ કામ

PC: rediff.com

દેશભરમાં આ વખતે લોકો ગરમીથી ત્રસ્ત છે. આકાશમાંથી સુરજ જાણે ગોળા વરસાવતો હોય તેવી સ્થિતિ દેશના અનેક રાજ્યોમાં જોવા મળી રહી છે. એવામાં મધ્ય પ્રદેશના બૈતુલ જિલ્લામાં હાલત ઘણી જ ખરાબ છે. અહીં પાણીનું સંકઠ એટલા હદ સુધી વકર્યું છે કે પાણી ન મળવાને લીધે છોકરીઓ શાળા છોડવા માટે મજબુર થઇ રહી છે, કારણ કે વિદ્યાર્થીનીઓનો સવારનો સમય ત્રણ-ચાર કિલોમીટર દૂર પાણી લેવા જવામાં જ નીકળી જાય છે. રોજના ત્રણ-ચાર કલાક પાણી લાવવાં માટે જ નીકળી જાય છે અને તેથી તેઓ શાળાએ જઇ શકતી નથી.

બૈતુલ જિલ્લાની નિવાસી સીમાએ આ સમસ્યા અંગે જણાવતાં કહ્યું કે, અમે ઘણી ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યાં છે. ઘણાં દિવસોથી અમારા વિસ્તારમાં પાણીની ઘણી સમસ્યા છે અને તેથી શાળા છોડવા મજબૂર થવું પડ્યું છે. અમે રોજ ગામથી 3-4 કિલોમીટર દૂર સ્થિત એક કુવાં પર પાણી ભરવા જઇએ છીએ. જેને કારણે શાળાએ જવાનો સમય નીકળી જાય છે. ગામની ઘણી છોકરીઓ છે જે પાણીના લીધે શાળા છોડી ચૂકી છે. સીમાએ આગળ જણાવ્યું કે, પાણીની સાથે સાથે ગામમાં વીજળીની પણ સમસ્યા છે જેને લીધે પરીક્ષા દરમિયાન પણ ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે.

આ જિલ્લાના એક અન્ય નિવાસી શરમને કહ્યું હતું કે, લોકો લાંબા સમયથી પાણીની સમસ્યા સાથે લડી રહ્યાં છે. કુવાનું પાણી મળે છે તે પણ ઘણું દુષિત હોય છે જેને લીધે લોકો બીમાર પણ પડી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp