આ સ્કૂલમાં વિદ્યાર્થિનીઓએ કર્યો 'બ્રા બોયકોટ', જાણો કારણ

PC: usatmomblog.com

અમેરિકાના ફ્લોરિડામાં બ્રેડેનટન સ્કૂલની એક વિદ્યાર્થીનીએ આંતરરાષ્ટ્રીય ચર્ચા છેડી દીધી છે કે શું મહિલાઓએ બ્રા પહેરવી જોઈએ. આ વિદ્યાર્થીનીએ સ્કૂલમાં ડ્રેસ કોડ દ્વારા છોકરીઓ સાથે થઈ રહેલા ભેદભાવ વિરુદ્ધ બ્રા બોયકોટનું આહવાન કર્યું છે, જેના હેઠળ બધી છોકરીઓ બ્રા પહેર્યા વગર સ્કૂલે આવી હતી.

લિઝી માર્ટીનેઝ નામની વિદ્યાર્થીએ બ્રાકોટ નામના જાણકારી પોતાના ટ્વીટર અકાઉન્ટ પર આપી હતી. માર્ટીનેઝે પોતાની સાથે ભણવાવાળી વિદ્યાર્થીનીઓને સ્કૂલમાં બ્રા પહેર્યા વગર આવવાનું કહ્યું હતું જેથી કરીને સ્કૂલ એડમિનિસ્ટ્રેટિવના છોકરીઓ માટે અંડર ગારમેન્ટ્સ પહેરવાને ફરજિયાત કરવાનો વિરોધ કરવામાં આવી શકે.

2 એપ્રિલના રોજ માર્ટીનેઝ બ્રા પહેર્યા વગર સ્કૂલે ગઈ હતી અને સ્કૂલ એડમિનિસ્ટ્રેશને તેને પોતાના નિપ્પલ ઢાંકવા માટે કહ્યા હતા કારણ કે તે બીજા વિદ્યાર્થીઓનું ધ્યાન ભટકાવી રહ્યા હતા. સ્કૂલના ડ્રેસ કોડમાં સ્પષ્ટ રીતે કશે પણ બ્રા પહેરવાનું ફરજિયાત બતાવવામાં આવ્યું નથી. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp