આ કોલેજમાં મૂકાયો PUBG રમવા પર બેન

PC: polygon.com

ભારતમાં PUBG મોબાઈલ ગેમ ઝડપથી પોપ્યુલર થઈ રહી છે અને તે નંબર-1 મોબાઈલ ગેમિંગ એપ બની ચુકી છે. દીવાનગી એટલી વધી ગઈ છે કે, લોકોનો મોબાઈલ ડેટા પૂરો થઈ રહ્યો છે, પરંતુ કંઈ ખબર જ નથી. પરંતુ. વેલ્લોર ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીનુ આ પગલું તમને અજીબ લાગશે. વાત જાણે એમ છે કે, VITએ પોતાના કેમ્પસમાં PUBG રમવા પર બેન લગાવી દીધો છે.

દરેક હોસ્ટેલર્સને E-mail સ્ટેટમેન્ટ મોકલવામાં આવ્યુ છે, જેમાં VITના ચીફ ઓફ વોર્ડન્સે લખ્યુ છે, કેટલાક વિદ્યાર્થીઓ PUBG જેવી ઓનલાઈન ગેમ રમ્યા કરે છે અને તે અમારી જાણમાં આવ્યુ છે. તેની પરવાનગી નથી. સતત મનાઈ ફરમાવવા છતા હોસ્ટેલર્સ ઓનલાઈન ગેમ રમીને નિયમોનુ ઉલ્લંઘન કરી રહ્યા છે, જેને કારણે તેમની સાથે રહેતા રૂમ મેટ્સને તકલીફ થાય છે. તેને કારણે હોસ્ટેલનુ વાતાવરણ બગડી રહ્યુ છે.

VITમાં કોઈપણ પ્રકારની ઓનલાઈન ગેમ અને બેટિંગ સંપૂર્ણરીતે બેન છે. આથી, ઉલ્લાંઘન કરનારાઓની સાથે VIT કોડ ઓફ કંડક્ટ અંતર્ગત કડકાઈપૂર્વક પગલાં લેવામાં આશે. વિદ્યાર્થીઓને ફિઝીકલ ગેમ રમવા અથવા પોતાના કરિયરને વધુ પ્રાથમિકતા આપવાની સલાહ આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, PUBG ઓનલાઈન ગેમ છે અને ત મલ્ટિપ્લેયર પણ છે. તેમાં એક સાથે ઘણા લોકો જોડાઈ શકે છે અને ઈન્ટરનેટ વિના તે ગેમ ચાલતી નથી. આ ગેમને સૌથી પહેલા કમ્પ્યુટર માટે લાવવામાં આવી હતી, ત્યારે તે ભારતમાં પોપ્યુલર નહોતી. જેવુ કંપનીએ તેનુ મોબાઈલ વર્ઝન ભારતમાં લોન્ચ કર્યુ તેવુ તે પોપ્યુલર થઈ ગયુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp