26th January selfie contest

શાળામાં સલવાર સૂટ-સાડી પહેરીને આવો,ટી-શર્ટ,જીન્સ-લેગિંગ્સ નહીં, આ સરકારનો આદેશ

PC: bhaskar.com

તમે એક સ્ત્રી છો, અને શિક્ષક છો. તેથી ભણાવવા માટે જીન્સ કે લેગિંગ્સ પહેરીને શાળાએ જઈ શકતી નથી. આસામના શિક્ષણ વિભાગનો આ આદેશ છે. રાજ્યના શિક્ષણ મંત્રી રનોજ પેગુએ ટ્વીટ કરીને આ ડ્રેસ કોડને જાહેર કર્યો છે. 

નોટિફિકેશનમાં જે લખ્યું છે, તેનું ભાષાંતર કંઈક આ પ્રમાણે છે, એવું જોવામાં આવ્યું છે કે, કેટલાક શિક્ષકોમાં એવી આદત પડી ગઈ છે કે, તેઓ તેમની પસંદગીના પોશાક પહેરીને શૈક્ષણિક સંસ્થાઓમાં જાય છે. આવા કપડાં સામાન્ય રીતે લોકોમાં સ્વીકાર્ય હોતા નથી. શિક્ષક પાસે સંપૂર્ણ શિષ્ટાચારનું ઉદાહરણ બેસાડવાની અપેક્ષા રાખવામાં આવે છે, ખાસ કરીને જ્યારે તે પોતાની ફરજ બજાવતો હોય ત્યારે. એટલા માટે ડ્રેસ કોડ હોવો જરૂરી બની ગયો છે, જે મર્યાદા, શાલીનતા અને ગંભીરતા દર્શાવે છે. 

નિર્ધારિત ડ્રેસ કોડ મુજબ પુરૂષ શિક્ષકોએ માત્ર ફોર્મલ ડ્રેસ પહેરવો જોઈએ. માત્ર શર્ટ-પેન્ટ જ સ્વીકાર્ય રહેશે. મહિલા શિક્ષકોએ યોગ્ય સલવાર સૂટ/સાડી/મેખેલા-ચાદોર પહેરેલા હોવા જોઈએ. T-શર્ટ, જીન્સ અને લેગિંગ્સ જેવા કેઝ્યુઅલ ડ્રેસ નહીં. 

શિક્ષકોએ સ્વચ્છ અને યોગ્ય રંગના કપડાં પહેરવા જોઈએ. ચમકીલા ભપકાદાર નહિ. કેઝ્યુઅલ અને પાર્ટી માટેના વસ્ત્રો પહેરવાનું સંપૂર્ણપણે ટાળો. 

આસામના શિક્ષણ મંત્રી ડો. રનોજ પેગુએ કહ્યું કે આસામ સરકાર તમામ સરકારી શાળાઓ માટે શાળાના નિયમોનું પુસ્તક શરૂ કરવા જઈ રહી છે. શાળાનું સંચાલન કેવી રીતે કરવું અને વર્ગો કેવી રીતે ચલાવવા તે વિશે વિગતવાર જણાવવામાં આવ્યું છે. આ શાળાના નિયમોનું પુસ્તક જણાવે છે કે, શિક્ષકોએ યોગ્ય પોશાક પહેરવો જોઈએ અને તેઓએ ઔપચારિક પોશાક પહેરવો જોઈએ. વિદ્યાર્થીઓ માટે યુનિફોર્મ છે. તેથી જ શિક્ષકોએ ફોર્મલ પહેરીને શાળામાં આવવું જોઈએ. 

શિક્ષણ મંત્રીના ટ્વીટ પર લોકોએ ઘણી પ્રતિક્રિયાઓ આપી. કેટલાક લોકોએ સરકારના આ નોટિફિકેશનની ટીકા કરી તો કેટલાક લોકોએ તેની પ્રશંસા કરી.

પ્રિયંકા નામની ટ્વિટર યુઝરે રનોજ પેગુના ટ્વીટનો જવાબ આપતાં વાંધો ઉઠાવ્યો હતો. તેણે લખ્યું, સૂચનાઓ એકદમ અસ્પષ્ટ છે. સરકારે નિયમિત વર્ગો માટે શિક્ષકો માટે ડ્રેસ નક્કી કરવો જોઈએ. શું પહેરવું અને કેવી રીતે પહેરવું તે નક્કી કરવામાં સમય લાગી શકે છે અને તે આપણા વધારાના ખર્ચમાં પણ વધારો કરે છે. 

જયંત કુમાર બરુહા નામના યુઝરે વખાણ કર્યા. તેમણે લખ્યું, આ આસામ સરકારની સારી પહેલ છે. જે આપણા દેશી વારસાને ખૂબ જ સારી રીતે પ્રોત્સાહિત કરશે. તમારો ખુબ ખુબ આભાર સર. 

નોટિફિકેશનની છેલ્લી લાઈનમાં લખવામાં આવ્યું છે કે, દરેકને આ ગાઈડલાઈન્સ માનવી પડશે અને તેનું પાલન કરવું પડશે. અન્યથા કાર્યવાહી કરવામાં આવશે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp