26th January selfie contest

પિતાની સળગતી ચિતા છોડીને પરીક્ષા આપવા ગયેલી સાક્ષી પહેલા પ્રયાસે જ બની બેંક PO

PC: livehindustan.com

કેટલીક એવી સફળતાઓ વિશે સાંભળ્યું હશે, જેમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરીને કેટલાક લોકો મોટા હોદ્દા પર કાર્યરત થઈ જાય છે. તેમના એ હોશલાને સલામ કરવાનું મન થઈ આવે કે તેમણે ખૂબ મોટી મુશ્કેલીઓ સામે ઝઝૂમીને એ સ્થાન મેળવે છે. આવી જ એક સફળતાની કહાની લઈને આજે અમે તમારી વચ્ચે આવ્યા છીએ, જેમાં એક દીકરી પોતાના પિતાની સગળતી ચિતાને મૂકીને પરીક્ષા આપવા જતી રહી અને હવે તેનું સિલેક્શન કેનેરા બેંકના PO પદ પર થઈ ગયું છે.

બિશુનપુર રોડ સ્થિત શાસ્ત્રી નગરની રહેવાસી સ્વ. શૈલેન્દ્ર લાલ અને શશી સિન્હાની પુત્રી સાક્ષી શ્રીવાસ્તવનું સિલેક્શન કેનેરા બેંકમાં POના પદ પર થયું છે. સાક્ષી પોતાના પિતાની સળગતી ચિતા છોડીને IBPSની પરીક્ષા આપવા ગઈ હતી. પહેલા પ્રયત્ને જ સાક્ષીને આ સફળતા મળી છે. સાક્ષીએ પ્રારંભિક શિક્ષણ સંત વિનોબા સ્કૂલ, 12મા ધોરણ સુધી DV અને મેથ્સ ઓનર્સનો અભ્યાસ સંત જેવિયર્સ કૉલેજ રાંચીથી પૂરો કર્યા બાદ ઘર પર જ રહીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહી હતી.

સાક્ષીની મોટી બહેન સ્નેહા શ્રીવાસ્તવ વર્ષ 2015મા બેંક ઓફ બરોડામાં POના પદ પર સિલેક્ટ થઈ હતી. સ્વ. શૈલેન્દ્ર લાલ અને શશિ સિન્હાની ત્રણ દીકરીઓ છે. તેની ત્રણેય દીકરીઓએ એ સાબિત કરી બતાવ્યું કે દીકરીઓ માતા-પિતા પર ભાર રૂપ નથી, જો તેમને માતા-પિતા સારું માર્ગદર્શન આપે તો આજની દીકરીઓ કંઈ પર કરી શકવાની હિંમત રાખે છે. સૌથી નાની બહેન સમૃદ્ધિ શ્રીવાસ્તવે 27 ફેબ્રુઆરીના રોજ પોતાના પિતાને મુખાગ્નિ આપીને પોતાની ફરજ નિભાવી અને સમાજ માટે એક નવું ઉદાહરણ કાયમ કર્યું હતું.

હજુ પિતાની આગ શાંત થઈ નહોતી કે પિતાના સપનાંને સાકાર કરવા માટે પિતાની સળગતી ચિતાને છોડીને IBPSની પરીક્ષામાં સામેલ થઈ અને કેનેરા બેંકમાં POના પદ માટે સિલેક્ટ થઈ. એક તરફ જ્યાં શોકમાં ડૂબેલા પરિવારના આંસુ થોભવાનું નામ નહોતા લઈ રહ્યા કે સાક્ષીની સફળતાએ માતાના ચહેરા પરથી ગયેલું હાસ્ય પાછું લાવી દીધું. માતા શશિ સિન્હાએ કહ્યું કે તેને પોતાની ત્રણેય દીકરીઓ પર ગર્વ છે. જે ક્યારેય પણ તેમનો દીકરો ન હોવાનો અભાવ અનુભવ થવા દેતી નથી.

સાક્ષીએ પોતાની આ સફળતાનો શ્રેય પોતાના માતા-પિતાને આપ્યો છે અને પિતાને શ્રદ્ધાંજલિના રૂપમાં સમર્પિત કરી છે. તમને જણાવી દઈએ કે સાક્ષીના પિતા શૈલેન્દ્ર લાલ સિન્હા જે.જે. કૉલેજમાં કાર્યરત હતા, જેમનું નિધન 27 ફેબ્રુઆરીના રોજ થઈ ગયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp