17 વર્ષમાં 2700 ગ્રાન્ટેડ સ્કૂલને તાળા, 61000ના ખર્ચ સામે માત્ર 20,000ની ગ્રાન્ટ

PC: indianexpress.com

ગુજરાત રાજ્યમાં છેલ્લા વીસ વર્ષમાં ખાનગી સ્કૂલનો રાફડો ફાટ્યો છે એમ કહેવામાં કંઈ ખોટું નથી. ખાનગી સ્કૂલના સંચાલકોને ઘી કેળા કરાવવા માટે ગ્રાન્ટેડ સ્કૂલ બંધ થવા લાગી છે. એવો ઘાટ છે. ગુજરાત રાજ્યમાં છેલ્લા 17 વર્ષમાં 2700 ગ્રાન્ટેડ સ્કૂલને તાળા લાગી ગયા છે. વર્ષ 2005 પહેલાં 10,000 જેટલી ગ્રાન્ટેડ સ્કૂલો ગુજરાત રાજ્યમાં હતી, જે હવે ઘટીને એટલે કે વર્ષ 2022માં 7300એ પહોંચી છે. ગ્રાન્ટેડ સ્કૂલને તાળા લાગવા પાછળ સરકારની ગ્રાન્ટ પોલીસી જવાબદાર છે.

દિવસે દિવસે ઓછી થતી ગ્રાન્ટને કારણે સ્કૂલને તાળા મારવાનો વારો આવ્યો છે. સામે એટલી જ મોટી સંખ્યામાં ખાનગી સ્કૂલ ખૂલી રહી છે. રાજ્ય સરકાર ગ્રાન્ટેડ સ્કૂલમાં વર્ગદીઠ રૂ.3000 ગ્રાન્ટ પેટે આપે છે. જ્યારે 5થી 12 ધોરણ હોચ એવી સ્કૂલમાં મહિને માત્ર રૂ.2500 ગ્રાન્ટ આપે છે. એની સામે સ્કૂલનો ખર્ચો મોટો હોય છે. ધો 12થી વધુ વર્ગ હોય ત્યાં તો એથી પણ ઓછા માત્ર રૂ.2000 ગ્રાન્ટ પેટે માત્ર રૂ.2000 આપવામાં આવે છે. આમ સ્કૂલને ખર્ચ ન પોસાતા આખરે બંધ કરવાનો વારો આવે છે. કેટલીક ગ્રાન્ટેડ સ્કૂલ ટ્રસ્ટ પર ચાલી રહી છે. સરકાર સ્કૂલને ગ્રાન્ટ આપે એ તો યથાવત. સ્કૂલના ખર્ચા સામે ગ્રાન્ટની રકમ ઘણી ઓછી છે. બીજી બાજું ખાનગી સ્કૂલને જાણે પ્રોત્સાહન અપાતું હોય એમાં કમિટી લાખો રૂપિયાની ફી પણ મંજૂર કરી દે છે. જ્યારે ગ્રાન્ટેડ સ્કૂલને જૂની પદ્ધતિથી ગ્રાન્ટ મળે છે. જેના કારણે ગ્રાન્ટેડ સ્કૂલ વેન્ટિલેટર પર આવી ગઈ છે. 7300 ગ્રાન્ટેડ સ્કૂલમાંથી 4300 ગ્રાન્ટેડ સ્કૂલ માધ્યમિકની રહી છે. જેમાં ધો.9 અને 10 એમ વર્ગનો અભ્યાસ ચાલું છે. જ્યારે માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિકની 3000 સ્કૂલ છે. આમાંથી કેટલીક હજુ બંધ થવા તરફ છે. આ પાછળનું મુખ્ય કારણ સરકારની ગ્રાન્ટ પોલીસી છે.

એ.કે.ભરવાડે (સ્કૂલ-સંચાલક અને અમદાવાદ શહેર શાળા સંચાલક મંડળના પ્રમુખ) કહે છે કે, શિક્ષણ, આરોગ્ય અને સંરક્ષણ આપવાની જવાબદારી સરકારની હોય છે. છતાં શિક્ષણક્ષેત્રે જોઈએ એટલું કોઈ ધ્યાન આપતું નથી. સરકારની ગ્રાન્ટ પોલીસી જવબદાર છે જ પણ વર્ષોથી એ જ ગ્રાન્ટ દેવામાં આવે છે. મોંધવારીના સમયને ધ્યાને લઈને પૈસા ફાળવવા જોઈએ. અનેક મોટી સ્કૂલો ચેરિટી જ કરે છે, પરંતુ એ પણ એક મર્યાદા સુધી કરી શકશે. એ સમય બાદ એને પણ તાળા લાગી જશે. ગ્રાન્ટ નીતિમાં ફેરફાર નહીં થાય તો આગામી 10 વર્ષ બાદ એકપણ ગ્રાન્ટેડ સ્કૂલ ગુજરાતમાં જોવા નહીં મળે.

ગ્રાન્ટેડ સ્કૂલોમાં ગ્રાન્ટ પણ સ્કૂલોનાં પરિણામ આવે એના આધારે દેવામાં આવે છે, જે સ્કૂલનું પરિણામ 30 ટકા કરતાં ઓછું આવે તેને કોઈ પ્રકારની ગ્રાન્ટ અપાતી નથી. 40 ટકાથી ઓછું પરિણામ આવે તો સરકારી સ્કૂલને માત્ર 50 ટકા ગ્રાન્ટ દેવામાં આવે છે. ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારની સ્કૂલોમાં પરિણામ ખાસ મોટું આવતું નથી. જેના પરિણામે આ સ્કૂલ અંતે બંધ થઈ જાય છે. કેટલાક સંચાલકો ગ્રાન્ટેડ સ્કૂલમાંથી સરકારી સ્કૂલને ખાનગી સ્કૂલમાં ફેરવી નાખે છે. આવું પણ થયેલું છે. ગ્રાન્ટ કરતા તો સામે ખર્ચો વધી જાય છે. એક વર્ગદીઠ 2500 રૂપિયા એટલે કે 8 વર્ગ માટે 20,000 રૂપિયા ગ્રાન્ટ મળે છે, જેની સામે સ્કૂલે 60,000થી વધુ ખર્ચ દર મહિનામાં આવે છે. જેમ કે, સફાઈ, વીજબિલ, ચોકીદારનો પગાર વગેરે. એક વર્ષની વાત કરવામાં આવે તો એક વર્ષમાં 5 લાખ રૂપિયા એક સ્કૂલ પાછળ ખર્ચાય જાય છે. આવું દરેક સ્કૂલને પોસાય એમ નથી.

સ્કૂલના ખર્ચા

3500 રૂ. સફાઈ ખર્ચો

4500 રૂ. વીજ બિલ

12000રૂ. ચોકીદારનો પગાર

2500 રૂ. સ્ટેશનરી ખર્ચ

25000 રૂ. ટેક્સ બિલ

1500 રૂ. કોમ્પ્યુટર મેઈનટેનન્સ

1500 રૂ. સીસીટીવી ખર્ચ

1000 રૂ. વાહનવ્યવહાર તથા અન્ય

1200 રૂ. ઉજવણી

1500 રૂ. રમતગમત ખર્ચ

500 રૂ. વાલી મિટિંગ

3000 રૂ. ઈન્ટરનેટ ખર્ચ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp