સેક્સ એજ્યુકેશનના અભાવે વધતી કામવાસનાની બીમારી

PC: self.com

આપણાં ભારત દેશમાં જ્યારે પણ સેક્સને લગતી કોઇ વાત આવે એટલો લોકો તેને ટાળવાનો કે તે માટે બોલવામાં છોછ અનુભવતા હોય છે તથા જાહેરમાં તો ક્યારેય બોલશે જ નહીં. તથા જાહેરમાં તો ક્યારેય બોલશે જ નહીં. માત્ર ક્યાંક એકાદ ખૂણામાં મિત્રોવચાળે જેવી તેવી માન્યતાઓ વિશે બોલતા ફરશે. આમ પણ જ્યારે સેક્સ બધાની જરૂરિયાત છે ત્યારે આ મુદ્દા પર લોકો આગળ આવીને વાત કરવામાં શરમ અનુભવે છે.

બાળપણથી જ આપણને એવા સંસ્કાર દેવામાં આવ્યા હોય છે કે જેથી આપણને આપણાં જનનાંગો વિશેની વધુ માહિતી જ નથી હોતી. જેમ-જેમ આપણે મોટા થતા વિશે જાણવાનું શરૂ કરીએ છીએ. ઘરમાં પણ કોઇ અશ્ર્લીલ મજાક કરવામાં આવે ત્યારે બાળકોને ત્યાંથી દૂર કરી દેવામાં આવતા હોય છે. બધુ મળીને બાળપણની જ બાળકોને સેક્સ એજ્યુકેશન વિશે કંઇપણ જણાવવામાં આવતું નથી.

ઉંમર વધતા જ સેક્સ વિશે જે થોડી જાણકારી મળે છે તેનાથી તેઓ તેના વિશે વધુ જાણવા  ઉત્તેજિત થઇ જતા હોય છે. આ કારણે જ ભારતમાં કામવાસના કુંઠિત રીતે વિકસીત થઇ રહી છે.

ઇન્ટરનેટ અને ટેકનોલોજી કારણે પહેલા જે વસ્તુ છુપાવીને રાખવામાં આવતી આજે તે ખુલ્લેઆમ સામે આવી ગઇ છે.

એક સંશોધન પ્રમાણે ભારતમાં ૧૦૦માંથી ૭૦ લોકો કામવાસનાનો ભોગ બને છે. સૌથી અગત્યની બાબત એ છે કે ભોગ બનનારને એ ખબર નથી કે હકિકતમાં તેમના માટે આ એક સમસ્યા છે કે નહીં. તથા ભારતમાં બનતી બળાત્કારની ઘટનાઓ સાબિત કરે છે કે અહીં લોકો એમની કામ-વાસના નાબૂદ કરવા માટે કોઇપણ હદ સુધી જઇ શકે છે.

કામવાસનાનો શિકાર બનેલાં માણસોમાં આવા લક્ષણો હોય શકે છે.

- દરેક સ્ત્રીને પોતાની આસપાસના પુરોષોના હાવભાવ પર નજર રાખવી જોઇએ. જો કોઇ બસમાં કે ભીડવાળી જગ્યામાં તમને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરે તો તે કામવાસનાનો શિકાર થયેલો વ્યક્તિ છે. આવા માણસોમાં આ સમસ્યા કોઇ બીમારીથી ઓછી નથી હોતી. આવા માણસો પોતાને અને સમાજ બંને માટે ખતરારુપ છે.

- ઘણી વખત આપણે છાપામાં વાંચતા હોઇએ છીએ કે સ્ત્રીઓ અને છોકરીયોને એમના બાળપણમાં કોઇ રિશ્તેદાર દ્વારા જ યૌન હિંસાનો શિકાર બનાવે છે. આસપાસના પાડોશીઓ, કાકા, મામા કે અન્ય કોઇ ઓળખીતું કામવાસનાનો એવા શિકા બની ચુક્યા હોય છે કે તેઓ નાની છોકરીઓને પણ છોડતા નથી. 

- જોવામાં આવે તો આજે કામવાસના એક માનસિક વિકૃતિ બની રહી છે. જેમાં માણસને સાચા-ખોટાનો ફર્ક રહેતો નથી. અને માત્ર તેને તેની (કામની) ભૂખ દેખાતી હોય છે.

- એવું નથી હોતુછ કે માત્ર પુરુષ જ આી કામવાસનાનો શિકાર હોય, સ્ત્રીઓ પણ આવી સમસ્યાથી ગ્રસ્ત હોય છે. માત્ર ફર્ક એટલો હોય છે કે મહિલાઓ એમની આ ઇચ્છાને દબાવીને નિયંત્રણમાં રાખતી હોય છે. પુરુષ ગમે ત્યાં કોઇની સાથે પોતાની હવસ પુરી લેતા હોય છે. પરંતુ સ્ત્રીઓ સંસ્કારોનમાં જકડાયેલી રહે છે.

આ રીતે કામવાસનાની બીમારી એક મહામારીરુપે ભારતમાં ફેલાઇ રહી છે. જેથી દેશમાં બળાત્કારની ઘટનાઓ વધતી જાય છે. કેમ કે આવો વ્યક્તિ તેની કામની ભૂખ સંતોષવા ગમે તે હદ સુધી જઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp