ધોરણ 12ની બોર્ડ પરિક્ષામાં ઇ-રીક્ષા ડ્રાઇવરની દીકરી આખા રાજ્યમાં પાંચમા નંબરે

PC: news18.com

કદમ અસ્થિર હો એને કદી રસ્તો જડતો નથી, અડગ મનનાં મુસાફરને હિમાલય પણ નડતો નથી. મતલબ કે આત્મવિશ્વાસ ,અડગ મન અને કઠોર પરિશ્રમ હોય તેને સફળતા અચૂક મળે છે. આ વાત એટલા માટે કહી રહ્યા છે કે બિહારમાં એક ઇ-રીક્ષા ડ્રાઇવરની દીકરીએ 12 ધોરણ બોર્ડની પરીક્ષામાં આખા બિહારમાં પાંચમા નંબરે આવી છે. આ નાની સુની વાત નથી. પરીક્ષામાં સફળ થવાનો ઇજારો માત્ર અમીરોના જ સંતાનોને નથી એવું હવે દેશની દીકરીઓ અનેક વખત સાબિત કરી ચુકી છે. શાકભાજી વાળાની દીકરી હોય, ખેડુતની દીકરી હોય કે રીક્ષા ડ્રાઇવરની દીકરી હોય મહેનત કરીને સફળતા મેળવી રહી છે. બિહારની ઇ-રીક્ષા ડ્રાઇવરની દીકરી ટોપરમાં આવી તેને કારણે આખા પરિવારની ખુશી સમાતી નથી.

બિહાર બોર્ડની 12ધોરણી પરીક્ષામાં એવા બાળકો છે જેમણે પોતાનું નામ રોશન કર્યું છે. જેઓ અત્યંત ગરીબ પરિવારમાંથી આવે છે. નવાદાની દીકરી દીપાલી કુમારી આવી છે. તેણે કોમર્સ પ્રવાહમાં 467 માર્કસ મેળવી સમગ્ર રાજ્યમાં પાંચમું સ્થાન મેળવ્યું છે. દીપાલીના પિતા શંકર કુમાર સાવ ઈ રીક્ષા ચલાવે છે. તેમની દીકરીનું ભણતર ચાલુ રહે તે માટે તેમણે પૈસા બચાવવા માટે દિવસ-રાત મહેનત કરી. હવે દીકરીએ કોમર્સ સ્ટ્રીમમાં ટોપ કરીને સમગ્ર રાજ્યમાં પોતાનું નામ રોશન કર્યું છે.

દીપાલીએ જણાવ્યું કે તે ભવિષ્યમાં ચાર્ટડ એકાઉન્ટન્ટ બનવા માંગે છે. તે પૈસા કમાવા માંગે છે અને પરિવારનો બોજ પોતાના માથે ઉઠાવવા માંગે છે. દિપાલીની આ સિદ્ધિ પર સમગ્ર પરિવાર ગર્વ અનુભવી રહ્યો છે. માતા-પિતાની આંખમાં ખુશીના આંસુ છે.પરિવારનું કહેવું છે કે દીકરા-દીકરીમાં ક્યારેય ભેદ ન હોવો જોઈએ. જો તેઓએ પણ પુત્ર અને પુત્રી વચ્ચેનો ભેદ રાખ્યો હોત તો આજે તેમની પુત્રીએ આ સ્થાન પ્રાપ્ત ન કર્યું હોત. દીપાલી તેમના પરિવારની એક માત્ર દીકરી છે.

દીપાલીના પિતા શંકર કુમાર સાવે જણાવ્યું કે હું ઈ-રિક્ષા ચલાવીને રોજના 300 રૂપિયા કમાઈ લઉં છું અને તેનાથી હું મારી દીકરીને ભણાવવાની સાથે ઘરનો આખો ખર્ચ પણ ઉઠાવું છું. દીપાલીએ જણાવ્યું કે હું દરરોજ 8 કલાક અભ્યાસ કરું છું અને એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે જેમાં હું એકબીજા સાથે વાત કરીને તૈયારી કરતી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp