આ તારીખથી રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમા સમય સવારનો કરવામાં આવ્યો

PC: indiatoday.com

રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને કોરોનાની મહામારી વચ્ચે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસ કરી રહ્યા છે. તેવામાં ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને ભણાવવાના સમય બાબતે શિક્ષણ નિયામક દ્વારા એક મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે અને રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓનો સમય 5 એપ્રિલથી સવારનો કરવામાં આવ્યો છે. શિક્ષણ નિયામક દ્વારા આ બાબતે જે તે જિલ્લાના શિક્ષણ અધિકારીઓને આદેશ પણ આપવામાં આવ્યા છે. ઉનાળામાં પડતી ગરમીના કારણે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર અસર ન થાય આ ઉપરાંત કોરોનાના કારણે પણ વિદ્યાર્થીઓ પર સ્વાસ્થ્યનું જોખમ ન રહે એટલા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. એટલે હવે 5 એપ્રિલથી માત્ર સવારના સમયે પ્રાથમિક શાળાઓમાં શિક્ષણકાર્ય શરૂ રહેશે.

મહત્ત્વની વાત છે કે, દર વર્ષે ઉનાળાની ઋતુમાં 1 એપ્રિલથી જ શાળાનો સમય સવારનો કરવામાં આવતો હોય છે પરંતુ આ વખતે મૌખિક સૂચના આપવામાં આવી હતી કે, શાળાનો સમય સવારનો ન કરવામાં આવે. પરંતુ હવે રાજ્યના શિક્ષણ નિયામક દ્વારા રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં શિક્ષણકાર્ય શરૂ કરવાનો સમય સવારનો કરવાના આદેશ આપ્યા છે.  એટલે હવે 5 એપ્રિલથી તમામ શાળાઓમાં શિક્ષણ માટેનો સમય સવારનો રહેશે.

કોરોનાની મહામારી વચ્ચે ધોરણ 1થી 6ના વિદ્યાર્થીઓને શાળાઓમાં ભણવા માટે બોલાવવામાં આવતા નથી અને બીજી તરફ 8 મહાનગરોમાં પણ 10 એપ્રિલ સુધી શાળાઓને બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. એટલે શિક્ષણ નિયામકના આદેશના કારણે શાળાએ માત્ર શિક્ષકોને જ સવારના સમયે હાજરી આપવાની રહેશે અને જ્યારથી સરકાર વિદ્યાર્થીઓને શિક્ષણની મંજૂરી આપે ત્યારથી વિદ્યાર્થીઓએ પણ તે સવારના સમયે શાળાએ હાજરી આપવાની રહેશે.

શિક્ષણ નિયામકનો આદેશ રાજ્યની તમામ ખાનગી શાળાઓને લાગુ પડશે અને હાલ કોરોનાની મહામારી વચ્ચે ઓનલાઇન અભ્યાસ શરૂ થવાના કારણે શિક્ષકોએ સવારના સમયે શાળાએ જવાનું રહેશે અને ત્યારબાદ રાજ્ય સરકાર જે પ્રમાણે નિર્ણય લેશે તે પ્રમાણે વિદ્યાર્થીઓને પણ શાળાએ જવાનું રહેશે. ઉલ્લેખનિય છે કે, રાજ્યમાં શાળાઓ શરૂ કર્યા પછી વિદ્યાર્થીઓમા પણ કોરોનાનું સંક્રમણ વધ્યું છે. હવે રાજ્યમાં નાના બાળકો પણ કોરોના સંક્રમિત થઈ રહ્યા હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp