ફોરેન્સિક યુનિ.ના 4 વિદ્યાર્થીને માઇક્રોસોફ્ટમાં 43 લાખ રૂપિયાના પેકેજે નોકરી

PC: https://www.dnaindia.com

ઇન્ટરનેટ યુગમાં સાયબર ક્રાઇમ અને તેને લગતી ઘટનાઓ વધી રહી છે ત્યારે સલામતીના કારણોસર સિક્યોરિટી એક્સપર્ટની માંગ વધી છે ત્યારે ગુજરાતના ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મોટા સેલેરી પેકેજ મળી રહ્યાં છે.

વિશ્વની જાણીતી માઈક્રોસોફ્ટ કંપની દ્વારા આ યુનિવર્સિટીના કુલ ચાર વિદ્યાર્થીઓને 43 લાખના પેકેજ ઓફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ યુનિવર્સિટીના ઈતિહાસમાં કોઈ વિદ્યાર્થીઓને આપવામાં આવેલું આ સૌથી મોટું પેકેજ છે.

ગાંધીનગરમાં આવેલી ગુજરાત સાયન્સ ફોરેન્સિક યુનિવર્સિટી જેને હવે રાષ્ટ્રીય સ્તરે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી જાહેર કરવામાં આવી છે. કોવિડ બાદ અહીં દેશ વિદેશની જુદી જુદી અને જાણીતી 40થી પણ વધુ કંપનીઓએ  કેમ્પસ ઇન્ટરવ્યૂ કર્યા હતાં. જેમાં વિશ્વની જાણીતી માઈક્રોસોફ્ટ કંપની દ્વારા ચાર વિદ્યાર્થીઓને 43 લાખનું વાર્ષિક પેકેજની જોબ ઓફર કરવામાં આવી છે.

આ અંગે યુનિવર્સિટીના સ્કૂલ ઓફ સાયબર સિક્યુરિટી એન્ડ ડિજિટલ ફોરેન્સિકના એસો. પ્રોફેસર ડો દિગ્વિજય સિંહ રાઠોડ જણાવે છે કે “માઈક્રોસોફ્ટ દ્વારા ફોરેન્સિકના ચાર વિદ્યાર્થીઓને વાર્ષિક 43 લાખના પેકેજ ઓફર કરવામાં આવ્યા છે. છેલ્લા ત્રણ વર્ષ થી 35 થી 40 જેટલી દેશ વિદેશની કંપનીઓ કૅમ્પસ ઇન્ટરવ્યૂમાં આવે છે. અમારા અન્ય અભ્યાસક્રમોના વિદ્યાર્થીઓને પણ 17 થી 20 લાખના પકેજ ઑફર કરવામાં આવી રહ્યાં છે.

માઈક્રોસોફ્ટ દ્વારા એમ.એસ.સી. ડિજિટલ ફોરેન્સિક સાયન્સમાં અભ્યાસ કરતા સમર્થ દેસાઈ અને એમ.એસ.સી. સાયબર સિક્યુરિટીના અનીદિતાં ઘોષ, જીત રામી અને એમ.ટેક સાયબર સિક્યુરિટીમાં ભણતાં નમન શાહને 43 લાખનાં વાર્ષિક પેકેજ ઓફર કરવામાં આવ્યા છે. જેઓ આગામી વર્ષ 2022માં તેમનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ માઈક્રોસોફ્ટ કંપની જોઈન કરશે.

માઈક્રોસોફ્ટમાં વાર્ષિક 43 લાખનું પેકેજ મેળવનાર સમર્થ દેસાઈના પિતા વલસાડમાં દુકાન ચલાવે છે. સમર્થ કહે છે કે, “મને શરૂઆતથી જ ડિજિટલ ફોરેન્સિકમાં રસ હતો. જેમાં યોગ્ય માર્ગદર્શન બાદ હું એન.એફ.એસ.યુ.માં એડમિશન મેળવી શક્યો. અલબત્ત મારા અભ્યાસનો ખર્ચ કાઢવા માટે હું પાર્ટ ટાઈમ કામ કરતો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp