યુક્રેનથી પાછા લવાયેલા વિદ્યાર્થીઓને ભારતની કોલેજમાં પ્રવેશ ન આપી શકાય: સરકાર

PC: india.postsen.com

યુક્રેનથી પરત આવેલા મેડિકલ વિદ્યાર્થીઓનો કેસ કોર્ટમાં પેન્ડિંગ છે. કોર્ટમાં પોતાનો પક્ષ રાખતા કેન્દ્રએ કહ્યું છે કે મેડિકલ વિદ્યાર્થીઓને ભારતીય યુનિવર્સિટીઓમાં રાખી શકાય નહીં. વિદ્યાર્થીઓ તેમની યુક્રેનિયન કોલેજોમાંથી મંજૂરી મેળવ્યા પછી અન્ય દેશોમાં ટ્રાન્સફર કરવાનો વિકલ્પ પસંદ કરી શકે છે.

કેન્દ્ર સરકારે કહ્યું કે, નબળા NEET સ્કોર અથવા સસ્તી કોલેજ ફીના કારણે વિદ્યાર્થીઓએ યુક્રેનમાં મેડિકલ કોલેજ પસંદ કરી છે. જો ઓછા NEET સ્કોર્સ ધરાવતા વિદ્યાર્થીઓને સ્થાન આપવામાં આવશે, તો પહેલાથી જ અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ વાંધો ઉઠાવી શકે છે. યુક્રેનથી પાછા ફરેલા ઓછા NEET સ્કોર્સવાળા વિદ્યાર્થીઓને ભારતીય કોલેજોમાં પ્રવેશ આપવાથી દેશના તબીબી શિક્ષણના ધોરણને અસર થશે.

સુપ્રીમ કોર્ટને આપેલા સોગંદનામામાં, કેન્દ્ર સરકારે કહ્યું, 'તેઓ એ વાત નમ્રતાપૂર્વક ધ્યાનમાં લાવવા માંગે છે કે, જો આ વિદ્યાર્થીઓને (A) નબળા મેરિટ હોવા છતાં દેશની સૌથી પ્રતિષ્ઠિત કોલેજોમાં પ્રવેશ આપવામાં આવે છે, તો તે એવા વિદ્યાર્થીઓ સાથે અન્યાય થશે કે જેઓ ઓછી NEET સ્કોરને કારણે, આ કોલેજો પ્રવેશ મેળવી શક્યા ન હતા અને તેઓએ ઓછી પ્રતિષ્ઠિત કોલેજોમાં પ્રવેશ લેવો પડ્યો હતો. (B) જો ખાનગી કોલેજોમાં પ્રવેશ આપવામાં આવે છે, તો આવી કોલેજોની ફી યુક્રેનની યુનિવર્સિટીઓની ફી કરતા ઘણી વધારે હશે, કે જે આ વિદ્યાર્થીઓ તે પરવડી શકે તેમ નહીં હોય.'

એફિડેવિટમાં, કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે, 'સામાન્ય NEET પરીક્ષા 2018થી લેવામાં આવી રહી છે અને માત્ર 50 પર્સેન્ટાઇલથી વધુ મેળવનારા ઉમેદવારો જ ભારતીય તબીબી સંસ્થાઓમાં પ્રવેશ માટે પાત્ર બને છે.' કેન્દ્રનું કહેવું છે કે, 'આ વિદ્યાર્થીઓ 'NEET પરીક્ષામાં નબળા સ્કોર' અથવા 'સસ્તી ફી' માટે અભ્યાસ કરવા માટે યુક્રેનની યુનિવર્સિટીઓમાં ગયા હતા.'

અહીં તમને જણાવી દઈએ કે, યુદ્ધ પ્રભાવિત યુક્રેનથી પરત આવેલા મેડિકલ વિદ્યાર્થીઓને ભારતીય યુનિવર્સિટીમાં પ્રવેશ આપવાની માંગ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. કેન્દ્ર સરકાર આ વિદ્યાર્થીઓને અન્ય દેશોમાંથી અભ્યાસ પૂર્ણ કરવા દેવાની તરફેણમાં છે પરંતુ ભારતીય કોલેજોમાં પ્રવેશ આપવા માટે અસહમતી બતાવે છે. આ મામલે સુપ્રીમ કોર્ટ ટૂંક સમયમાં કોઈ નિર્ણય લેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp