ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર ન ફૂટે તે માટે સરકારે શરૂ કરી કવાયત

PC: kc

નવા કાયદા બાદ પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર લાવવાની વિચારણા ચાલી રહી છે. દર વર્ષે સ્પર્ધાત્મક પરીક્ષા લેવાની વિચારણા પણ ચાલી રહી છે. વારંવાર પેપરો ફૂટતા પરીક્ષા પદ્ધતિ પર પણ સવાલો ઉભા થયા છે. ત્યારે આ પદ્ધતિમાં જ ફેરબદલ મોટાપાયે કરવામાં આવશે કેમ કે, આગામી સમયમાં કેટલીક સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવી રહી છે. ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર ન ફૂટે તે માટે રાજ્ય સરકારે કવાયત પણ શરૂ કરી દીધી છે.

જ્યારે પણ ભરતી માટે જગ્યા ખાલી થાય ત્યારે પાસ થયેલા ઉમેદવારોની અન્ય પરીક્ષા લેવા પણ વિચારણા છે. પ્રાપ્ત વિગતો અનુસાર સીએમ ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ અંગે એક મહત્વનું પ્રેઝન્ટેશન થઈ ચૂક્યું છે. આ મામલે આગામી દિવસોમાં સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવી શકે છે. પેપર ફૂટવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે ત્યારે કાયદો પસાર થયા બાદ આગામી સમયમાં સ્પર્ધાત્મક પરીક્ષાના પેપરો લેવામાં આવશે પરંતુ પરીક્ષા પદ્ધતિ વર્ષોથી એ રહેવાના કારણે કેટલીક ત્રુટીઓ રહી જાય છે. ત્યારે આ પદ્ધતિ જ બદલી દેવામાં આવે તે દિશામાં કામગિરી કરવામાં આવી રહી છે.

રાજ્ય સરકાર તરફથી પરીક્ષા પદ્ધતિ મામલે કાયદો લાવવામાં આવ્યો છે. જેમાં કડક જોગવાઈઓ પણ કરવામાં આવી છે. કાયદાને રાજ્યપાલની બહાલી પણ આપી દેવામાં આવી છે. જેથી કાયદાની જોગવાઈઓ પ્રમાણે સજા કરવામાં આવશે.

આ કરાઈ છે જોગવાઈઓ, હવે ખેર નહીં

-વિદ્યાર્થીને 3 વર્ષની સજાથી લઈ 1 લાખનો થશે દંડ

- કૌભાંડીઓની મિલકત જપ્તીની પણ જોગવાઈઓ

- વિદ્યાર્થીને 2 પરીક્ષામાંથી બાકાત રખાશે

- પરીક્ષા વ્યવસ્થાનો ખર્ચ વસૂલવાની જોગવાઈ

- 10 લાખથી લઈને એક કરોડનો દંડ

- 23 પ્રકારની જોગવાઈનો તખ્તો

- ગેરરીતિ કરનાર વિદ્યાર્થીને 3 વર્ષ સુધીની કેદ

- 5થી 10 વર્ષની સજાની જોગવાઈઓ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp