જીટીયુએ મહત્વનો નિર્ણય લીધો, 27000 વિદ્યાર્થીઓને લાભ...

PC: gtu.ac.in

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. બેકલોગ ધરાવતાં વિદ્યાર્થીઓ તેમનો અભ્યાસ પૂર્ણ કરી શકે તે માટે આ નિર્ણય લીધો છે. કુલ 12 કોર્સના 27000 વિદ્યાર્થીઓને આ નિર્ણયથી ફાયદો થવાનો છે.

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી સંલગ્ન સંસ્થાઓમાં જે વિદ્યાર્થીઓ તેમનો અભ્યાસ કર્યો હોય પરંતુ તેમને તેમની પરીક્ષાઓમાં એક કે વધારે વિષયમાં બેકલોગ હોવાના કારણે અભ્યાસક્રમ પૂર્ણ થયેલ નથી. જેના કારણે જે-તે અભ્યાસક્રમમાં ડિગ્રી મેળવી શક્યા નથી.

આવા વિદ્યાર્થીઓને તેમનો અભ્યાસક્રમ પૂર્ણ થઈ શકે અને તેમની ડિગ્રી મેળવી શકે તે માટે યુનિવર્સિટીની એકેડેમિક કાઉન્સિલ દ્વારા સહાનુભૂતીપૂર્વક વિચારણા કરીને તેમના ભવિષ્યના હિતને ધ્યાને લેતાં,  ખાસ કિસ્સામાં આવાં વિદ્યાર્થીઓને જે વિષયોમાં બેકલોગ રહેલ છેતે વિષયોની પરીક્ષા આગામી સમર-2020 માં લેવાનું નક્કી કરેલ છે.

જુદા-જુદા 12 કોર્સના થઈને 26956 વિદ્યાર્થીઓ  એક કે બે વિષયમાં બેકલોગ ધરાવવાને કારણે પોતાનો અભ્યાસક્રમ પૂર્ણ કરી શક્યા નથીઆ વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસક્રમ પૂર્ણ કરે અને ભવિષ્યમાં રોજગારલક્ષી  સેવાઓમાં પોતાનું યોગદાન આપીને આર્થીક રીતે પણ લાભ મેળવી શકે તે જીટીયુનો ઉદ્દેશ છે.

આ અંગેના પરીક્ષાના આવેદનપત્રો જે-તે સંસ્થામાં સમર- 2020 ની રેગ્યુલર પરીક્ષાના આવેદનપત્રો સાથે મોકલી આપવામાં આવેલ છે. લાગુ પડતાં વિદ્યાર્થીઓએ આવેદન પત્રો ભરવા માટે જે સંસ્થામાં અભ્યાસ કર્યો હોયતે સંસ્થાનો સંપર્ક કરવાનો રહેશે. વિદ્યાર્થીઓ આ બાબતની વધુ માહિતી યુનિવર્સિટીની વેબસાઈટ પરથી મેળવી શકશે.

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp