ગુજરાત સરકાર અને ગોવિંદ ધોળકીયાની કંપની મોટી યુનિવર્સિટી બનાવશે
દુનિયાભરમાં જાણીતા ડાયમંડના વેપારી, રાજ્ય સભા સાંસદ અને શ્રી રામક્રિષ્ણા એકસ્પોર્ટસના માલિક ગોવિંદભાઇ ધોળકીયાની સંસ્થા એસઆરકેનોલેજ ફાઉન્ડેશન અને ગુજરાત સરકારે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
ગુજરાત સરકાર અને SRK નોલેજ ફાઉન્ડેશન ભેગા મળીને સ્કીલ યુનિવર્સિટી અને સેન્ટર ઓફ એક્સેલન્સ શરૂ કરશે. આ પ્રોજેક્ટમાં સ્કીલ ડેવલપમેન્ટની ટ્રેનિંગની સાથે ભગવદ ગીતાનું મહામૂલ્ય ભાથું પણ આપવામાં આવશે. કમાણીની સાથે ચારિત્ર્ય ઘડતર આ યુનિવર્સિટીમાં કરવામાં આવશે. ગુજરાત સરકાર યુનિવર્સિટીની સ્થાપનાને જરૂરી સહાય, નોંધણી, મંજૂરી આપવાનું કામ કરશે, જ્યારે SRK નોલેજ ફાઉન્ડેશન ફેકલ્ટી, સંશોધન, વર્કશોપ, સ્ટાફ, કોન્ફરન્સ વગેરેની વ્યવસ્થા કરશે. આ પ્રોજેક્ટમાં લગભગ 1000 લોકોને રોજગારી મળશે. 2025થી તબક્કાવાર પ્રોજેક્ટ શરૂ કરાશે. જાણવા મળેલી માહિતી મુજબ આ યુનિવર્સિટી ઉભરાટમાં શરૂ કરાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp