લોકરક્ષક ભરતીમાં કેમ મહિલા ઉમેદવારોનું પરિણામ બાકી છે પ્રદિપસિંહે કર્યો ખુલાસો

PC: thestatesman.com

ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, રાજ્યના યુવાનોને સરકારી નોકરીમાં સેવાઓ આપવાની તક મળે તે માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને વાર્ષિક કેલેન્ડર મુજબ ભરતી કરવાનો નિર્ણય કર્યો છે. જેના ભાગરૂપે પોલીસ દળમાં વધારો થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા લોક રક્ષક ભરતી બોર્ડ દ્વારા 9,713 લોકરક્ષકની ભરતી માટે ઓગસ્ટ-2018 માં પ્રક્રિયા શરૂ કરી હતી. જેનું માર્ચ-2019 માં શારીરિક કસોટી અને દસ્તાવેજ ચકાસણીનું કામ હાથ પર લેવાયુ હતું અને આજે એ પરીણામ જાહેર કરીને 8,135 યુવાનોને આખરી પરીણામ જાહેર કરીને નિમણુંકો આપવામાં આવનાર છે. બાકીના 1,578 યુવાનોની દસ્તાવેજ ચકાસણી અને શારીરિક કસોટીની પ્રક્રિયા પ્રગતિમાં છે. જેઓને પણ પ્રક્રિયા પૂર્ણ થયે નિમણુંકો અપાશે.

પ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યુ કે, લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા લેવાયેલ આ પરીક્ષામાં એસ.સી.એસ.ટી.ના નવા કાયદા અનુસાર દસ્તાવેજ ચકાસણી કરવાની હોય, જેતે ઉમેદવારોએ તેમના દસ્તાવેજો ચકાસણી સારૂ સમય મર્યાદામાં ઉપલબ્ધ ન કરતા ચકાસણીમાં થોડો વિલંબ થતા 30મી નવેમ્બરે પરીણામ જાહેર કર્યુ છે. સાથે સાથે 33 ટકા મહિલાઓની સીટો ભરવા માટેની કામગીરી સંદર્ભે હાઇકોર્ટમાં પોલીસ ઇન્સ્પેકટર ભરતીની કેસ અંગે ચુકાદો જાહેર થઇ ગયો છે. જેથી આ પરીક્ષામાં આ ચુકાદાને ધ્યાનમાં રાખીને મહિલા સામાન્ય સંવર્ગ સિવાયના બાકીના 8,135 ઉમેદવારોનું આખરી પરીણામ જાહેર કરાયુ છે. આથી, મહિલા સામાન્ય સંવર્ગની બાકી રહેલ 1,578 જગ્યા ભરવા માટે નામદાર હાઇકોર્ટના ચુકાદાઓને અનુસરીને આગળની કાર્યવાહી સત્વરે પૂર્ણ કરવામાં આવશે અને બોર્ડ દ્વારા વહેલામાં વહેલુ પરીણામ જાહેર કરીને જરૂરી કાર્યવાહી કરાશે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, રાજ્યના વિકાસમાં મહત્વની ભૂમિકારૂપ એવી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી સુપેરે જળવાય રહે તે માટે છેલ્લા 10 વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા પોલીસ ખાતામાં જુદા-જુદા સંવર્ગમાં 50 હજારથી પણ વધુની ભરતી કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp