ગુજરાતની સરકારી શાળાઓમાં આ તારીખથી 5106 શિક્ષણ સહાયકોની ભરતી પ્રક્રિયા શરૂ થશે

PC: youtube.com

ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં 1913 અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 3193 મળી કૂલ 5106 શિક્ષણ સહાયકોની ભરતી પ્રક્રિયા સંભવતઃ તા.15-01-2020 થી હાથ ધરવામાં આવશે. રાજ્યની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરતી પ્રક્રિયાના તબકકા અને કાર્યવાહી અંગેની સુચિત તારીખો જાહેર કરાઇ છે. જે મુજબ ઉમેદવારો તા.08-12-2019 સુધી ઓનલાઇન અરજી પત્રકોમાં સુધારા કરી શકશે. ઉમેદવારોએ ભરેલી વિગતોના આધારે પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ-1 (PML-1) તા.12-12-2019 ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવશે. (PML-1)માં સમાવેશ પામેલા ઉમેદવારોના ડોકયુમેન્ટ વેરીફીકેશનની પ્રક્રિયા તા.17-12-2019 ના રોજ હાથ ધરાશે.

ડોકયુમેન્ટ વેરીફીકેશનના આધારે પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ-2 (PML-2) તા.20-12-2019 ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવશે. મેરીટ બાબતે ઉમેદવારોને જો કોઇ વાંધા હોય તો વાંધા અરજીઓ તા.ર7-12-2019 સુધી કરી શકાશે. વાંધા અરજીઓના આધારે ઉપલબ્ધ જગ્યાઓ મુજબ વિષયવાર અને કેટેગરીવાર પસંદગી યાદી અને જગ્યાઓના ર0 ટકા મુજબ તા.30-12-2019 સુધી વેઇટીંગ લિસ્ટ તૈયાર કરવામાં આવશે.

પસંદગી યાદીમાં સમાવેશ પામેલા ઉમેદવારોની ઓનલાઇન સ્થળ પસંદગી પ્રક્રિયા તા.31-12-ર019 થી તા.05-01-2020 સુધી હાથ ધરવામાં આવશે. તા.07-01-2020ના રોજ ઉમેદવારોને સ્થળ પસંદગી મુજબના સ્થળ માટે ભલામણ પત્ર આપવામાં આવશે. ભલામણ પત્ર મેળવેલ ઉમેદવારોએ નિમણૂંક હુકમ માટે સંબંધિત જીલ્લા શિક્ષણાધિકારીનો તા.10-01-2020 સુધીમાં સંપર્ક કરી નિમણૂંક હુકમ મેળવવાનો રહેશે. નિમણૂંક હુકમ મેળવેલ ઉમેદવારોએ સંબંધિત શાળામાં દિન-07માં હાજર થવાનું રહેશે તેમ શિક્ષણ વિભાગની યાદીમાં જણાવાયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp