દેશભરમાં ગુજરાતના શિક્ષણનું સ્તર ક્યાં પહોંચ્યું છે?

PC: imarticus.org

ગુજરાતમાં શિક્ષણના નામે દુહાઈ દેવામાં આવે છે કે રાજ્યમાં શિક્ષણનું સ્તર સુધર્યું છે પરંતુ ગુજરાતની એક પણ યુનિવર્સિટી નેશનલ રેન્કમાં આવતી નથી. કેન્દ્ર સરકાર ત્રણ વર્ષથી રેન્કિંગ આપે છે પરંતુ છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતની એકપણ સરકારી યુનિવર્સિટીનો 100 સુધીના રેન્કમાં આવતી નથી. રાજ્યના શિક્ષણ વિભાગે આ દિશામાં વધુ પગલાં લેવાની જરૂર છે.

નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ રેન્કિંગ ફ્રેમવર્ક ત્રણ વર્ષથી ચાલે છે. દર વર્ષે દેશની યુનિવર્સિટીને રેન્ક આપે છે. રાજ્યની સરકારી યુનિવર્સિટી તો આ રેન્કમાં આવતી નથી પરંતુ ખાનગી યુનિવર્સિટીના રેન્ક પણ ખૂબ પાછળ છે. આ સંજોગોમાં ગુજરાતને એજ્યુકેશનનું હબ બનાવવાનું સપનું હજી અધૂરું છે.

કેન્દ્ર સરકારે દેશની યુનિવર્સિટીઓ વિશ્વની યુનિવર્સિટીઓની સમકક્ષ આવતી નથી. દેશની યુનિવર્સિટીઓ વર્લ્ડ રેન્કિંગમાં પણ ટોપ 100મા નથી. તેથી કેન્દ્ર સરકારે નેશનલ કક્ષાએ રેન્કિંગ શરૂ કર્યું છે. એવી જ રીતે ગુજરાત સરકારે પણ અલગ રેન્કિંગ શરૂ કર્યું છે અને રાજ્યની ટોપ યુનિવર્સિટીને રેન્ક આપવાનું નક્કી કર્યું છે. ગુજરાતે સ્ટેટ ઇન્સ્ટીટ્યુટ ઓફ રેન્કિંગ ફ્રેમવર્ક શરૂ કર્યું છે.

2018ના નેશનલ રેન્કિંગ રિપોર્ટમાં પણ ગુજરાતની એકપણ યુનિવર્સિટી કે કોલેજ નેશનલ લેવલે આવી નથી. ટોપ 100 યુનિવર્સિટીમાં પણ ગુજરાતની એકપણ યુનિવર્સિટી નથી. રાજ્યમાં બીજી એક મહત્ત્વની બાબત સામે આવી છે કે કેટલીક યુનિવર્સિટીઓ અને કોલેજો નેશનલ લેવલની રેન્કિંગ સ્પર્ધામાં ભાગ લેતી હોતી નથી તે પણ એક કારણ હોઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp