ITI અને નર્સિંગના વિદ્યાર્થીઓ માટે CM રૂપાણીની હાજરીમાં મહત્ત્વના નિર્ણયો લેવાયા

PC: khabarchhe.com

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. આ નિર્ણય અનુસાર રાજ્યની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ-ITIના વિદ્યાર્થીઓને આ વર્ષ પૂરતુ માસ પ્રમોશન આપવામાં આવશે. મુખ્યમંત્રીએ એવો પણ નિર્ણય કર્યો છે કે રાજ્યમાં નર્સિંગના અભ્યાસક્રમમાં ફાઇનલ ઇયરની પરિક્ષા લેવાશે તે સિવાયના વર્ષના નર્સિંગના વિદ્યાર્થીઓને આ વર્ષ પૂરતુ માસ પ્રમોશન અપાશે.

પ્રવર્તમાન કોરોનાની સ્થિતિમાં વિદ્યાર્થીઓના અભ્યાસને વ્યાપક અસર પહોંચી છે તે સંદર્ભમાં CM વિજય રૂપાણી એ આ વ્યવસાયલક્ષી અભ્યાસક્રમોમાં નર્સિંગ ફાઇનલ ઇયર સિવાયના વર્ષના નર્સિંગના વિદ્યાર્થીઓને અને ITIના વિદ્યાર્થીઓને આ એક વર્ષ માટે માસ પ્રમોશન આપવાની જાહેરાત કરી છે.

કોર કમિટીની આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઉર્જામંત્રી સૌરભ પટેલ, મુખ્ય સચિવ અનિલ મુકિમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે.કેલાસનાથન, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ સહિત વરિષ્ઠ સચિવઓ ઉપસ્થિત રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp