હાલોલમાં ધો-10 નાપાસ વિદ્યાર્થીનીને ધો-11માં સરકારી શાળામાં મળ્યો પ્રવેશ પછી...

PC: news18.com

કોરોનાની મહામારી વચ્ચે વિદ્યાર્થીઓને ઓનલાઇન અભ્યાસ કરવામાં આવે છે. આ ઉપરાંત ધોરણ 10ના વિદ્યાર્થીઓને સરકાર દ્વારા માસ પ્રમોશન આપવામાં આવ્યુ છે. ત્યારે હાલોલની સરકારી સ્કૂલની ઘોર બેદરકારી સામે આવી છે. હાલોલ સ્કૂલમાં વર્ષ 2019માં ધોરણ 10મા નાપાસ થયેલી વિદ્યાર્થિનીને ધોરણ 11માં પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત વિદ્યાર્થિનીને ધોરણ 11 પાસ કર્યું હોવાની માર્કશીટ પણ આપી દેવામાં આવી છે. પરંતુ જ્યારે વિદ્યાર્થીની ધોરણ 12નું ફોર્મ ભરવા ગઈ ત્યારે પ્રિન્સિપાલે કહ્યું હતું કે વિદ્યાર્થીની પરીક્ષા આપી શકશે નહીં કારણ કે તે ધોરણ 10ની પરીક્ષામાં નાપાસ થઈ છે.

રિપોર્ટ અનુસાર હાલોલમાં વર્ષ 2019માં એક વિદ્યાર્થીનીએ ધોરણ 10ની પરીક્ષા આપી હતી. વિદ્યાર્થીની ધોરણ 10ની પરીક્ષામાં નાપાસ થઇ હોવા છતાં પણ ગુજરાત સરકાર મોડેલ સ્કૂલ હાલોલ દ્વારા વિદ્યાર્થીનીને ધોરણ 11માં પ્રવેશ આપી દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત વિદ્યાર્થીનીને ધોરણ 11 પાસ કર્યું હોવાની માર્કશીટ પણ સ્કૂલ દ્વારા આપવામાં આવી છે. પરંતુ જ્યારે આ વિદ્યાર્થીની ધોરણ12ની પરીક્ષા માટેનું ફોર્મ ભરવા ગઈ હતી તે સમયે શાળાના આચાર્ય કહ્યું હતું કે તમે 10માં ધોરણમાં નાપાસ છે એટલે પરીક્ષા આપી શકશો નહીં.

આ ઘટના જે વિદ્યાર્થીની સાથે બની છે તેનું નામ આશા રાઠવા છે અને આશા રાઠવાએ જણાવ્યું હતું કે, હું ધોરણ 12નું પરીક્ષાનું ફોર્મ ભરવા ગઈ હતી. તે સમયે મને સાહેબે કહ્યું હતું કે તું 10મા ધોરણમાં નાપાસ થઈ છે. તેથી તારાથી બારમા ધોરણની પરીક્ષા આપી શકાય નહીં. વિદ્યાર્થીએ વધુમાં જણાવ્યું હતું કે, હું તો 11 ધોરણ પાસ થઈ ગઈ છું અને અત્યારે 12માં ધોરણની અંદર અભ્યાસ કરી રહી છું.

વિદ્યાર્થીનીના વાલીએ જણાવ્યું હતું કે, મારી દીકરીએ10માંની પરીક્ષા આપ્યા પછી તે મોડલ હાઇસ્કૂલમાં અગિયારમું ધોરણ ભણતી હતી. તે અગિયારમું ધોરણ પાસ કર્યા બાદ 12માં ધોરણની પરીક્ષાનું ફોર્મ ભરવા ગઈ હતી પરંતુ તે સમયે શાળાના પ્રિન્સીપાલે કહ્યું હતું કે, તે દસમા ધોરણમાં નાપાસ થઈ છે. મારી દીકરીએ 11મુ ધોરણ સરકારી મોડેલ હાઈસ્કૂલમાં કર્યુ છે અને 12મુ ધોરણ પણ આ જ શાળામાં કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp