12મી પાસ યુવાનો માટે ભારતીય સેનામાં નોકરીની તક, મહિને 56 હજાર રૂપિયાનો પગાર
12મી પાસ યુવાનો માટે ભારતીય સેનામાં નોકરી કરવાની સારી તક છે. ટેક્નિકલ એન્ટ્રી સ્કીમ કોર્સ-40 માટે આવદેન બહાર પાડવામાં આવ્યું છે. 14 જૂન પહેલા ઉમેદવારો તેમાં આવેદન કરી શકે છે. આવેદન કરવા માટે ઉમેદવાર સંબંધિત વેબસાઈટ પર જઈ શકે છે અને તેમાં આપેલા સૂચનો પ્રમાણે ઓનલાઈન આવેદન પ્રક્રિયા પૂરી કરી શકે છે.
કુલ જગ્યા: 90
વેબસાઈટઃ www.joinindianarmy.nic.in
અભ્યાસઃ 10+2 ટેક્નિકલ એન્ટ્રી સ્કીમ કોર્સ-40
શૈક્ષણિક લાયકાતઃ માન્યતા પ્રાપ્ત સંસ્થા અથવા બોર્ડમાંથી ગણિત, ભૌતિક શાસ્ત્ર, રસાયણ શાસ્ત્ર જેવા વિષયોની સાથે 70 ટકા મેળવેલા હોવા જોઈએ.
વય મર્યાદાઃ 16.5 વર્ષથી લઈને 19.5 વર્ષની વચ્ચે
પગારઃ 56,100 રૂપિયાથી લઈને 1,77,500(પ્રશિક્ષણ પૂરુ થયા પછી)
કેવી રીતે કરશો અપ્લાઈઃ ઉમેદવાર ઉપર આપેલી વેબસાઈટ પર જઈ ત્યા આપેલી ગાઈલાઈન પ્રમાણે ફોર્મ ભરી શકે છે અને ફોર્મ ભરી લીધા પછી તેની પ્રિન્ટઆઉટ કાઢી રાખે,
અંતિમ તારીખઃ 14 જૂન, 2018
નોંધઃ આ પદ માટે માત્ર અવિવાહીત પુરુષ ઉમેદવાર જ આવેદન કરી શકશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp