SUમાં જેન્ડર અને હાયર એજ્યુકેશન- પાથવેઝ ટુ ઇન્ક્લુઝન પર ઇન્ટરેક્ટિવ ટોક યોજાઇ

PC: Khabarchhe.com

આઝાદી કા અમૃત મહોત્સવ તેમજ આંતરરાષ્ટ્રીય બેટી દિવસની ઉજવણીના ભાગરૂપે સાર્વજનિક યુનિવર્સિટીના NSS વિભાગ દ્વારા જેંડર અને હાયર એજ્યુકેશન- પાથવેઝ ટુ ઇન્ક્લુઝન પર ઇન્ટરેક્ટિવ ટોકનું આયોજન કરવામાં આવ્યું હતું.

સમારંભના અધ્યક્ષ તરીકે સાર્વજનિક યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડો. પર્સી એન્જિનિયર, મુખ્ય વક્તા તરીકે પ્રોફેસર આરતી શ્રીવાસ્તવ, નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ એજ્યુકેશનલ પ્લાનિંગ એન્ડ એડમિનિસ્ટ્રેશન, દિલ્હી અતિથિ તરીકે અનિસ ફાઉન્ડેશનના પ્રમુખ ગીતા શ્રોફ અને ડો. શિવ કાલિયા, સાર્વજનિક યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડો. જય બર્ગી ડાયસ પણ હાજર હતા.

તમામ ઘટક કોલેજોના NSS પ્રોગ્રામ અધિકારીઓ અને NSS સ્વયંસેવકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ડોક્ટર આરતી શ્રીવાસ્તવે સમાનતા માટે જેંડર અને ઉચ્ચ શિક્ષણનો સમાવેશ કેવી રીતે ધ્યાનમાં લઈ શકાય તેના ઘણા પાસાઓની ચર્ચા કરી હતી. પ્રોફેસર મિતાલી બદામી અને પ્રોફેસર અમિત મહેતાએ આ ઇવેન્ટનુ ખૂબ સારી રીતે સંચાલન કરયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp