CMAનો નવો સિલેબસ 2022 રજૂ, રોજગારીની તકો વધશે

PC: Khabarchhe.com

ડિજિટાઇઝેશનના સમયમાં રોજગારીમાં ઝડપી વૃદ્ધિ માટે માત્ર ટેક્નોલોજીની જ આવશ્યકતા નથી રહી પરંતુ બિઝનેસ કોમ્યુનિકેશન, બિઝનેસ ડેટા એનાલિટિક્સ, બેન્કિંગ અને ઈન્સ્યોરન્સમાં રિસ્ક મેનેજમેન્ટ, એન્ટરપ્રેન્યોરશિપ અને સ્ટાર્ટ-અપ મેનેજમેન્ટ જેવા નવા વિષયો અભ્યાસક્રમ ને CMA વ્યવસાયની વધતી માંગને પહોંચી વળવા માટે વૈશ્વિક સ્તરે વધુ ઓળખ આપશે. તેનો હેતુ ભવિષ્ય માટે સુસજ્જ, વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત અને અર્થતંત્ર સાથે સુસંગત વ્યાવસાયિકો બનાવવાનો છે.

ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા સુરત દક્ષિણ ગુજરાતના ચેરમેન નેન્ટી શાહે જણાવ્યું કે ઇન્સ્ટિટ્યૂટ દ્વારા 9મી જૂન 2022ના રોજ કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટિંગ કોર્સ માટેનો નવો અભ્યાસક્રમ CMA સિલેબસ 2022 રજૂ કરવામાં આવ્યો છે, તે વર્તમાન અભ્યાસક્રમ CMA સિલેબસ 2016નું સ્થાન લેશે. સરકારની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સાથે સુમેળ સાધવાની સાથે આંતરરાષ્ટ્રીય શિક્ષણ ધોરણોને પણ પૂર્ણ કરે છે.

નવો અભ્યાસક્રમ જૂન 2023ની પરીક્ષાઓથી લાગુ થશે. આ ફેરફારો વધુ સમકાલીન વિષયો રજૂ કરવા અને ઓવરલેપિંગ વિષયો અને વિષયોનું ડુપ્લિકેશન ઘટાડવા માટે કરવામાં આવ્યા છે. જુના સિલેબસ 2016ની પરીક્ષાઓ ડિસેમ્બર 2023 પરીક્ષા ટર્મ સુધી ચાલુ રહેશે. સિલેબસ 2022માં રૂપાંતર કરવા માંગતા જૂના વિદ્યાર્થીઓને જરૂરી ચકાસણી અને મંજૂરી માટે પરીક્ષાના ઓછામાં ઓછા 6 મહિના પહેલાં એક વખતનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.

CMA ફાઇનલમાં એક વૈકલ્પિક વિષયની પસંદગીનો અધિકાર નવા અભ્યાસક્રમની મુખ્ય વિશેષતા છે, ફાઇનલ કોર્સમાં નોંધણી કરાવનારા વિદ્યાર્થીઓએ સ્ટ્રેટેજીક પર્ફોર્મનસ મેનેજમેન્ટ અને બિઝનેસ વેલ્યુએશન, બેન્કિંગ અને ઇન્શ્યોરન્સમાં રિસ્ક મેનેજમેન્ટ, એન્ટરપ્રીન્યરશીપ અને સ્ટાર્ટ-અપમાંથી એક વિષયની ઇલેક્ટિવ પેપર તરીકે પસંદગી કરવાની તક આપવામાં આવી છે.

CMA કોર્સ એ આપણા દેશમાં ક્લાસરૂમ ઓરલ કોચિંગ લર્નિંગ મેથડ અને પોસ્ટલ કોર્સ ફી માંજ સાથેનો એકમાત્ર વ્યવસાયિક અભ્યાસક્રમ છે. વિદ્યાર્થીએ બહાર ટ્યૂશન લેવાની જરૂર પડતી નથી, સંસ્થાના પોતાના કલાસ ચાલે છે જ્યાં કોલેજોના પ્રોફેસર અને જાણીતા વ્યાવસાયિકો ભણાવે છે. આ કોર્સમાં SAP ફાયનાન્સ પાવર યુઝર કોર્સ, માઈક્રોસોફ્ટ એજ્યુકેશન અને કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ સોફ્ટ સ્કિલ ટ્રેનિંગ કોર્સ અભ્યાસક્રમની ફી માંજ સામેલ છે. ડિસેમ્બર 2021 ટર્મ માટેના છેલ્લા કેમ્પસ પ્લેસમેન્ટમાં સૌથી વધુ પેકેજ મૂલ્ય 27.5 લાખ અને સરેરાશ પ્લેસમેન્ટ 10 લાખ હતું જે અભ્યાસક્રમની નોકરીની તકોનું અનુમાન આપે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp