ઉત્તર ગુજરાતની હેમચંદ્રાચાર્ય વિશ્વ વિદ્યાલયમાં B.Ed પ્રવેશમાં ગાટોળા

PC: samacharjagatlive.com

ઉત્તર ગુજરાતની હેમચંદ્રાચાર્ય વિશ્વ વિદ્યાલયમાં ચાલુ વર્ષે B.Edમા અંદાજે 5,600 સીટ હતી, જે માટે 13,700 વિદ્યાર્થીઓએ ઓનલાઈન ફોર્મ ભર્યા હતા. ઓનલાઈન પ્રવેશમાં વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીમાં જ ફી ભરવાની હતી જેથી સંચાલકો વધુ ફી ઉઘરાવી શકે તેમ ન હતા. આથી કુલપતિએ પ્રવેશ ઇચ્છતા વિદ્યાર્થીઓને પ્રથમ અને બીજા રાઉન્ડમાં ખૂબ જ ટૂંકો સમય આપી માત્ર યુનિવર્સિટીની વેબસાઈટ ઉપર તેની વિગતો મૂકી વિદ્યાર્થીઓને જાણ ન થાય તેવા પ્રયાસો કરેલા અને તેમાં સફળ રહેલા.

13,700 અરજીઓમાંથી 5,600 પ્રવેશની સીટો સામે માત્ર 2,089 વિદ્યાર્થીઓએ જ ઓનલાઈન પ્રવેશ લીધો હતો. બાકી વધેલી અંદાજે 3,600 સીટો કોલેજ સંચાલકોને પોતાની રીતે મેરિટના આધારે ભરવી તેવી સૂચના આપી પ્રવેશ પ્રક્રિયામાંથી પોતાના હાથ ઊંચા કરી ગુજરાત સરકારના વર્ષ 2015ના નિયમોનો છેદ ઉડાડી ખાલી પડેલી 3,511 સીટો અગાઉ આવેલ 13,700 ફોર્મમાંથી જે બાકી 11,500 ફોર્મ વધ્યા હતા.

તે વિદ્યાર્થીઓને જે તે કોલેજમાં જઈ સંચાલકોએ જે પૈસા માગ્યા તે પૈસા આપી પ્રવેશ લેવા પડ્યા હતા. સામાન્ય રીતે બી.એડની ફી રૂ. 70,000 છે જેની સામે વિદ્યાર્થીઓએ રૂ. 1,50,000 સુધીની ફી ચૂકવવી પડી હોય તેવી ફરિયાદો મૌખિક સ્વરૂપે મળી છે. આ અભ્યાસમાં ઇન્ટર્નલ માર્કસ આપવાની સત્તા કોલેજની હોય છે, આથી વિદ્યાર્થીઓ માર્કસ ઓછા મળવાની બીકે કોઈ નક્કર સાબિતી આાપી શકતા નથી. વધુમાં સમગ્ર કૌભાંડનો ઘણો દરડા કોલેજના સંચાલક રમેશભાઈ પ્રજાપતિને પૂછેલ કે તમે ચાલુ વર્ષે કુલપતિને કેટલા પૈસા આપ્યા ત્યારે તેઓએ રૂ. 1,50,000 આપ્યાની કબુલાત કરેલી. જેની ઓડિયો ક્લીપ ધારાસભ્યએ પુરાવા રૂપે લાંચ રૂસ્વત બ્યૂરો તેમજ મુખ્યમંત્રીને મોકલી આપી છે. આ ફરિયાદના પગલે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ખળભળાટ મચી ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp