ગાંધીનગરમાં હોમવર્ક ન કરનારી વિદ્યાર્થિનીને ટીચરે લાફો મારતા કાનનો પડદો ફાટી ગયો

PC: Youtube.com

શાળામાં શિક્ષકો દ્વારા બાળકોને માર મારવાની ઘણી ઘટનાઓ પ્રકાશમાં આવે છે. જેમાં કેટલીક ઘટનાઓમાં તો બાળકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે, ત્યારે ગાંધીનગરમાં એક શિક્ષિકાએ વિદ્યાર્થીનીને થપ્પડ મારતા વિદ્યાર્થીનીના કાનનો પડદો ફાટી ગયો હતો. આ સમગ્ર મામલે વિદ્યાર્થીનીના પિતા દ્વારા શિક્ષિકા સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.

રિપોર્ટ અનુસાર ગાંધીનગરના સેક્ટર 28માં આવેલી વસંતકુવર બા અને સોલંકી હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી ધોરણ 9ની વિદ્યાથીનીને પારુલ પટેલ નામની શિક્ષિકાએ ક્લાસમાં ઉભી કરીને હોમવર્ક બાબતે પૂછતાં વિદ્યાથીએ પોતે હોમવર્ક ન કર્યું હોવાનું જણાવ્યું હતું. તેથી રોષે ભરાયેલી શિક્ષિકાએ વિદ્યાર્થીને ત્રણથી ચાર થપ્પડ મારી દીધી હતી. શિક્ષિકાના માર મારતા જ વિદ્યાર્થીનીને ચક્કર આવવા લાગ્યા હતા તેથી તેને અન્ય શિક્ષકે અને વિદ્યાર્થીઓએ વિદ્યાર્થીને પકડીને બેંચ પર બેસાડી દીધી હતી. થોડી વાર પછી વિદ્યાર્થીનીના કાનમાંથી લોહી નીકળવા લાગ્યું હતું.

તેથી વિદ્યાર્થીનીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ ઘટનાની જાણ વિદ્યાર્થીનીના માતા-પિતાને થતા તેઓ હોસ્પિટલમાં પર દોડી આવ્યા હતા. વિદ્યાર્થીની સારવાર કરી રહેલા તબીબે વાલીઓને જણાવ્યું હતું કે, તેના કાનનો પડદો ફાટી ગયો છે. વાલીઓએ જ્યારે શિક્ષિકાની ફરિયાદ કરવા માટે શાળાએ પહોંચ્યા હતા ત્યારે શાળાના સંચાલકોએ શિક્ષિકાનો પક્ષ લીધો હતો. તેથી વિદ્યાર્થીનીના વાલીએ શિક્ષિકા અને શાળા તંત્ર સામે કડક કાર્યવાહી થાય તે માટે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે શાળાના સંચાલકો અને શિક્ષિકા સામે ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp