જૂનાગઢની શાળામાં સ્વેટર મરૂન કલરનું જ પહેરવાનું, ન પહેરો તો ઠંડીમાં બહાર ઉભા રહો

PC: Khabarche.com

જૂનાગઢ સહિત તમામ સ્કૂલમાં વિદ્યાર્થીઓને કણ કરતી ઠંડીમાં પણ સ્કૂલ યુનિફોર્મ સાથે આપવામાં આવતું સ્વેટર ફરજિયાત પહેરવાનું હોય છે ત્યારે જુનાગઢ શહેરની જોષીપરા વિસ્તારમાં આવેલી મુરલીધર સ્કુલમાં મરુન કલરનું સ્વેટર ફરજિયાત છે જેથી જે વિદ્યાર્થીઓ આ મરણ કલરનું સ્વેટર પહેરી અને સ્કૂલે નથી આવતા તેની સામે સ્કૂલ સંચાલક દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે.

તેને કલાસરૂમની બહાર ઊભા રહેવાની સજા આપવામાં આવે છે, જ્યારે હાલ ખૂબ જ કકડતી ઠંડી પડી રહી હોય સ્કૂલ પર જતાં નાના બાળકોને ખૂબ જ ઠંડીનો સામનો કરી સ્કૂલે પહોંચવું પડતું હોય, ત્યારે રાજ્ય સરકાર દ્વારા પણ સ્કૂલનો ટાઈમ ઘટાડવાની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ તેની અમલવારી જુનાગઢ શહેરમાં થતી નથી.

કેટલીટ સ્કૂલો પોતાની મનમાની કરી રહી છે, જ્યારે કેટલીક સ્કૂલોમાં યુનિફોર્મ ફરજીયાત છે પરંતુ સ્વેટર કે કોર્ટ કોઈપણ પહેરી શકાય છે ત્યારે આ બાબતે જૂનાગઢની ડીઓ શાખા સ્કૂલ સંચાલકો સામે કડક પગલાં લે તેવી માંગણી સ્થાનિક વિદ્યાર્થી વાલીગણમાંથી ઉઠવા પામી છે ત્યારે વધુ કાર્યવાહી થાય તેવી માંગ કરાય છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp