મોદી સરકાર માટે નિબંધ લખો અને આટલા રૂપિયાનું ઇનામ મેળવો

PC: twitter.com/PIB_India

મોદી સરકારે એક નિબંધ પ્રતિયોગિતાનું આયોજન કર્યું છે. આ આયોજનમાં સ્કૂલના બાળકોથી લઈને 25 વર્ષની ઉંમર સુધીના યુવાનો ભાગ લઈ શકે છે. આ સ્પર્ધા જીતનારને 25 હજાર રૂપિયા ઈનામરૂપે આપવામાં આવશે. મોદી સરકારે અવેયરનેસ પ્રોગ્રામ ઓન ઇન્ડિયન ફોરેઇન પોલિસીની થીમ પર નિબંધ પ્રતિયોગિતાનું આયોજન કર્યું છે. જેમાં બે કેટેગરી નક્કી કરવામાં આવી છે. એક જુનિયર લેવલ(15-18 વર્ષ) અને બીજી સીનિયલ લેવલ(18-25 વર્ષ).

જુનિયર લેવલની કેટેગરીમાં આવનાર લોકોને ‘જળવાયુ પરિવર્તન ભારતની વિદેશ નીતિ માટે જરૂરી કેમ છે?’ તે વિષય પર નિબંધ લખવાનો છે. આ કેટગરીમાં પહેલા નંબરે આવનાર બાળકને 15 હજાર રૂપિયાનું ઇનામ મળશે. બીજા નંબરે આવનારને 10 હજાર અને ત્રીજા ક્રમે આવનાર બાળકને 5 હજાર રૂપિયા ઇનામરૂપે આપવામાં આવશે.

સીનિયર લેવલ કેટેગરીના યુવાનોને ‘શું ભારતની વિદેશ નીતિ આપણા વિકાસ માટે મહત્ત્વની છે?’ આ વિષય પર નિબંધ લખવાનો છે. આ  કેટેગરીમાં પહેલા ક્રમે આવનાર યુવાને 25 હજાર, બીજા ક્રમે આવનારને 15 હજાર રૂપિયા અને ત્રીજા ક્રમે આવનાર યુવાને 10 હજારનું ઇનામ આપવામાં આવશે. આ આયોજનમાં ભાગ લેવાની છેલ્લી તારીખ 31 જુલાઈ છે. આ અંગે વધુ માહિતી Mygov.inના ક્રિએટિવ કોર્નરમાં વાંચી શકશો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp