હજુ પણ અમદાવાદમાં ગેરકાયદેસર બાંધકામવાળી શાળાઓ ડર વિના ધમધમી રહી છે

PC: youtube.com

સુરતમાં થયેલા અગ્નિકાંડ પછી ગુજરાતમાં અલગ-અલગ શહેરની ખાનગી શાળાઓ પર તંત્ર દ્વારા તવાઈ બોલાવવામાં આવી હતી. તંત્ર દ્વારા ઘણી શાળાઓમાં ફાયર સેફ્ટીને લઇને નોટીસ આપવામાં આવી હતી. તો કેટલીક શાળાઓ પર સંચાલકોએ બનાવેલા ડોમ અને પતરાના શેડવાળા ક્લાસરૂમનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શાળાઓને તાત્કાલિક ફાયર વિભાગનું NOC લેવા પણ તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી હતી.

ગઈકાલથી ગુજરાતની તમામ શાળાઓના નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ગયો છે. પણ પહેલા જ દિવસે અમદાવાદ શહેરની ઘણી શાળાઓ કોઈ પણ રોકટોક વગર ફાયર સેફ્ટી અને બાંધકામના નિયમોનું ઉલ્લંઘન કરીને પણ શરૂ જોવા મળી હતી. આ શાળાઓમાં ઘણી શાળાઓ એવી છે કે, તે કોમ્પલેક્સમાં ચાલી રહી છે અને શાળામાં ક્લાસરૂમ ઓછાં હોવના કારણે શાળાના સંચાલકોએ શેડની અંદર ક્લાસરૂમ બનાવી દીધા હતા.

આમાંથી મોટાભાગની શાળામાં ફાયર સેફ્ટીના સાધનો નથી અને સાથોસાથે ઈમરજન્સી એક્ઝીટ પણ નથી. આ બાબતે અમદાવાદના મેયર કંઇક અલગ જ વાત કરી રહ્યા છે. મેયર કહી રહ્યા છે કે, બધી જ શાળા, રેસ્ટોરન્ટ કે હોસ્પિટલોની છત પર બનાવવામાં આવેલા પ્લાસ્ટિક અને પતરાના શેડ દૂર કરવામાં આવ્યા છે.

મેયર બીજલ પટેલે જણાવ્યું હતું કે, દરેક ક્લાસીસ હોય, હોસ્પિટલ હોય, રેસ્ટોરન્ટ હોય આ દરેક જગ્યા પરથી પ્લાસ્ટિકના શેડ હોય કે, પતરાના શેડ હોય તેને દૂર કરવામાં આવ્યા છે. ક્યાંય ભોયરામાં પણ અનઅધિકૃત બાંધકામ હોય તો તેને પણ દૂર કરવામાં આવ્યું છે, એ આ ડ્રાઈવ હજુ પણ ચાલુ છે. જે લોકો પાસે આ અંગે ફાયર બ્રિગેડ કે કોર્પોરેશનની પરમિશન ન હતી. તે લોકો હેરાન ન થાય અને ક્લાસીસમાં જે બાળકોનું ભવિષ્ય જોડાયેલું છે, તે લોકો હેરાન ન થાય એટલે દરેક ઝોન વાઈઝ તેમને પરમિશન મળી શકે તેવી વ્યવસ્થા કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp