મોદી સરકારનો મોટો નિર્ણય, હવે આ ધોરણમાં નાપાસ થયા તો આગલા વર્ગમાં પ્રવેશ નહિ મળે
શિક્ષણ ક્ષેત્રે એક મોટું પગલું ભરતાં કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે 'નો ડિટેન્શન પોલિસી' નાબૂદ કરી છે. આ નિર્ણય હેઠળ હવે ધોરણ 5 અને 8ની વાર્ષિક પરીક્ષામાં નાપાસ થનાર વિદ્યાર્થીઓ નાપાસ જ ગણાશે. જો કે, વિદ્યાર્થીઓને પાસ થવા માટેની બીજી તક આપવામાં આવશે. જો તેઓ બીજી વખત પણ નાપાસ થાય છે, તો તેમને આગલા વર્ગમાં પ્રમોશન આપવામાં આવશે નહીં. આ નવી નીતિનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓની શીખવાની ક્ષમતામાં સુધારો કરવાનો અને શૈક્ષણિક પ્રદર્શનમાં સુધારો કરવાનો છે.
કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે વિદ્યાર્થીઓના શૈક્ષણિક પ્રદર્શનને સુધારવાના ઉદ્દેશ્ય સાથે 'નો ડિટેન્શન પોલિસી' સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે. આ નીતિની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી હતી, પરંતુ હવે નવી સિસ્ટમ હેઠળ ધોરણ 5 અને 8માં વાર્ષિક પરીક્ષામાં નાપાસ થનાર વિદ્યાર્થીઓને નાપાસ જ ગણવામાં આવશે.
જો કે આ નવી સિસ્ટમ અનુસાર, નાપાસ થયેલા વિદ્યાર્થીઓને બે મહિનામાં ફરીથી પરીક્ષા આપવાની તક મળશે, પરંતુ જો વિદ્યાર્થીઓ ફરીથી નાપાસ થાય છે, તો તેમને આગળના વર્ગમાં બઢતી આપવામાં આવશે નહીં. જો કે, સરકારે એ પણ સ્પષ્ટતા કરી છે કે, ધોરણ 8 સુધી કોઈપણ વિદ્યાર્થીઓને શાળામાંથી કાઢી મૂકવામાં આવશે નહીં.
ગુજરાત, ઓડિશા, મધ્યપ્રદેશ, ઝારખંડ, કર્ણાટક અને દિલ્હી જેવા ઘણા રાજ્યોએ તેને લાગુ કરવાનો નિર્ણય લીધો છે. જ્યારે, કેરળ જેવા કેટલાક રાજ્યો આ નિર્ણયનો સખત વિરોધ કરી રહ્યા છે. તેઓ માને છે કે, નિયમિત પરીક્ષાઓ વિદ્યાર્થીઓ પર દબાણ વધારશે, જેના કારણે ડ્રોપઆઉટ રેટ વધી શકે છે. કેરળની દલીલ છે કે, બાળકો પર દબાણ લાવવાને બદલે શિક્ષકોને તાલીમ આપવા અને નબળા વિદ્યાર્થીઓને વધારાની સહાય પૂરી પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
The Union Education Ministry has taken a big decision and abolished the 'No Detention Policy'.
— DD News (@DDNewslive) December 23, 2024
Students who fail the annual examination in classes 5 and 8 will be failed. Failed students will have a chance to retake the test within two months, but if they fail again, they will… pic.twitter.com/MK8MC1iJ0a
શિક્ષણ મંત્રાલયના સચિવ સંજય કુમારે જણાવ્યું હતું કે, બાળકોના શિક્ષણ પરિણામોમાં સુધારો કરવાના ઉદ્દેશ્યથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમનું કહેવું છે કે, બાળકોની શીખવાની ક્ષમતામાં ઘટાડો રોકવા માટે આ પગલું જરૂરી માનવામાં આવ્યું હતું.
મંત્રાલયે ખાસ કરીને ધોરણ 5 અને 8 પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, કારણ કે આ વર્ગોને મૂળભૂત શિક્ષણ માટે મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. આ નવી નીતિ સાથે, વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંનેને અભ્યાસ પ્રત્યે વધુ જવાબદાર બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
સરકારનું માનવું છે કે, આ પગલું વિદ્યાર્થીઓના શિક્ષણમાં ગુણવત્તા લાવવામાં મદદ કરશે. ઉપરાંત, શિક્ષકો અને વાલીઓએ બાળકોના શિક્ષણ પ્રત્યે વધુ સજાગ અને જાગૃત બનવાની જરૂર પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp