ધોરણ 10 અને 12ની પરીક્ષામાં OMR સિસ્ટમ થશે નાબૂદ

PC: report.az

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવાતી ધોરણ-10 અને 12ની પરીક્ષામાંથી હવે OMR સિસ્ટમ નીકળી જવાની શક્યતા છે.

વર્ષ 2019થી ધોરણ-10 અને ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં પણ NCERTનો અભ્યાસક્રમ લાગુ કરી દેવાશે. તેથી વર્ષ 2019ની પરીક્ષામાં ધોરણ-10 અને 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે સીબીએસઇ પેટર્ન લાગુ પડશે. મુખ્ય વાત એ છે કે સીબીએસઇ પેટર્નથી લેવાતી બોર્ડની પરીક્ષામાં OMR પ્રશ્નો હોતા નથી. તેથી જો સીબીએસઇ પેટર્ન લાગુ થાય ત્યારે પરીક્ષા પદ્ધતિ પણ બદલવી પડે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગનાં આધારભૂત સૂત્રોએ જણાવ્યું છે કે બોર્ડ દ્વારા રાજ્યના શિક્ષણ વિભાગ પાસે આ બાબતે વિગતવાર પ્રસ્તાવ રજૂ કરી દેવાયો છે. શિક્ષણ વિભાગનાં સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર આ બાબતે ગંભીરતાથી વિચારણા કરી રહી છે.

ટૂંક સમયમાં જ આ બાબતે નિર્ણય લેવાઇ જશે. અત્યાર સુધી ધોરણ-10 અને 12ની પરીક્ષામાં 50 માર્ક્સના OMR પ્રશ્નો પુછાઇ રહ્યા છે અને 50 માર્ક્સના વિસ્તૃત પ્રશ્નો પુછાય છે, પરંતુ હવે આવતા વર્ષથી ધોરણ-10 અને 12 વિજ્ઞાન પ્રવાહમાં CBSC પેટર્ન લાગુ પડશે, તેમાં OMR સિસ્ટમ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp