સરકારી શાળાની જેમ ખાનગી શાળાના શિક્ષકોને પણ ઓનલાઇન હાજરી પૂરવી પડશે

PC: mamhtroso.com

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની સરકાર શાળાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકોની હાજરી ઓનલાઈન કર્યા પછી શિક્ષણ વિભાગે ખાનગી શાળાના વિદ્યાથીઓ અને શિક્ષકોની હાજરી પણ ઓનલાઈન કરી છે. સરકારના નિર્ણયથી ખાનગી શાળાના શિક્ષકોમાં રોષની લાગણી જોવા મળી હતી.

ખાનગી શાળાના શિક્ષકોનું આ બાબતે કહેવું એવું હતું કે, ખાનગી શાળામાં નોકરી કરતા શિક્ષકો સરકારી કર્મચારી ન હોવાના કારણે સરકાર તેમની હાજરી પૂરી શકે નહીં. શિક્ષકોના વિરોધને લઇને શિક્ષણ વિભાગ દ્વારા ઓનલાઈન હાજરી પૂરવાની પ્રક્રિયા મામલે ખાનગી સ્કૂલ ફેડરેશનના હોદ્દેદારો સાથે વાતચીત કરવામાં આવી હતી.

શિક્ષણ વિભાગની ચર્ચા પછી ખાનગી સ્કૂલ ફેડરેશનના હોદ્દેદારોએ શિક્ષકોનું ઓનલાઈન હાજરી પૂરવાની શરૂઆત કરી હતી. જેથી હવે ખાનગી સ્કૂલના વિધાર્થીઓની સાથે-સાથે શિક્ષકોની હાજરી પણ ઓનલાઈન પૂરવામાં આવે છે. શિક્ષણ વિભાગ દ્વારા આ નિયમ પહેલી જાન્યુઆરીથી અમલમાં મૂકવામાં આવ્યો છે.

શિક્ષકોની ઓનલાઈન હાજરી પુરવા માટે શાળાના સંચાલકોએ શિક્ષકોની વિગત અને તેમની સાચી લાયકાત સરકારને આપવી પડશે અને ત્યારબાદ શિક્ષકનો ડેટા ઓનલાઈન હાજરીમાં અપલોડ કરવામાં આવશે અને પછીથી શિક્ષક ઓનલાઈન હાજરી પૂરી શકશે. મહત્ત્વની વાત એ છે કે, ઓનલાઈન હાજરી પૂરવાના કારણે એક જ સમય પર બે શાળામાં હાજર રહેતા ડમી શિક્ષકો પર લગામ પણ લગાવી શકાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp