UPSC દ્વારા આ વિભાગમાં જાહેર કરાઈ ભરતી, જાણી લો સંપૂર્ણ વિગતો

PC: PIB

સરકારી પદ પર નોકરી મેળવવી એ દરેક યુવાનોનું સપનું હોય છે. જેને લઈને દેશ અને રાજ્ય સ્તરે વિવિધ વિભાગોમાં સરકારી ભરતીઓ ચાલી રહી છે. ઉતર પ્રદેશ રાજ્યમાં વિદ્યુત ઉત્પાદન નિગમ લિમિટેડ દ્વારા જુનિયર એન્જિનિયર સિવિલ અને ફાર્માસીસ્ટના પદો માટે ભરતી બહાર પાડી છે. જેમાં લાયકાત ધરાવતા ઉમેદવારોને આવેદન માટે અનુરોધ કરાયો છે.

327 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે

એન્જિનિયરિંગ સેવા પરીક્ષા, 2023 માટે જાહેર કરવામાં આવેલા સત્તાવાર સૂચનામાં જણાવ્યા અનુસાર આ ભરતી દ્વારા 327 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. જેમાં પ્રિલીમનરી પરીક્ષા, મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યુ એમ ત્રણ તબક્કા પૂર્ણ કર્યા બાદ ભરતી કરવામાં આવશે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા નક્કી કરાયા અનુસાર 19 ફેબ્રુઆરી, 2023 ના રોજ એન્જિનિયરિંગ સેવાઓ, 2023 હેઠળની પ્રારંભિક પરીક્ષા લેવામાં આવશે. જે દેશભરના વિવિધ કેન્દ્રો પર લેવાશે અને આ અંગે પ્રવેશ પત્ર સહિતની માહિતી નિયત સમયે વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે.

4 ઓક્ટોબર 2022 સુધી ફોર્મ ભરી શકશે

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા 14મી સપ્ટેમ્બરથી આ પરીક્ષા માટે અરજી પ્રક્રિયાનો પ્રારંભ કરી દીધો છે. જેમાં ઇચ્છુક ઉમેદવારોએ અરજી 4 ઓક્ટોબર 2022 ના રોજ સાંજે 06 વાગ્યા સુધીમાં ઑનલાઇન અરજી ફરજિયાત સબમિટ કરવા જણાવાયું છે. વધુમાં એન્જિનિયરિંગ સેવા પરીક્ષાનો હિસ્સો બનવા માંગતા તમામ ઉમેદવારોએ યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની વેબસાઇટ upsconline.nic.in પર જઈને સંપૂર્ણ સૂચના મેળવી લેવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp