ધોરણ 1 થી 5ની શાળાઓ શરૂ કરવાને લઇને શિક્ષણમંત્રી વાઘાણીએ જાહેરાત કરી

PC: facebook.com/jitu.vaghani

રાજ્ય સરકાર દ્વારા ધોરણ 1થી 5ના ધોરણના બાળકોની શાળાઓને શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ આ બાબતે પ્રેસકોન્ફરન્સ કરીને માહિતી આપી હતી.

રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી સાથે પરામર્શ કર્યા બાદ સમગ્ર રાજ્યમાં જે પ્રકારે કોરોનાની સ્થિતિ હતી. તેમાં અનેક મુશ્કેલી આવી. અનેક નિયમો પણ લાદવા પડ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહના નેતૃત્વમાં આરોગ્યમંત્રી મનસુખભાઈના માર્ગદર્શન હેઠળ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ અને મંત્રીમંડળના માર્ગદર્શન હેઠળ રાજ્ય અને દેશમાં વેક્સીનેશન મોટા પ્રમાણમાં જનતાના સહયોગથી પૂરું કરવામાં આવ્યું છે. સમગ્ર ભારતમાં ગુજરાત સંખ્યાની દૃષ્ટિએ પહેલું રાજ્ય છે વેક્સીનેશનમાં. અનેક ડિમાન્ડ અને રજૂઆતો રાજ્યના મુખ્યમંત્રી, મંત્રીઓ અને પ્રદેશના પ્રમુખને અલગ-અલગ સ્વરૂપમાં મળતી હતી.

તેમને વધુમાં જણાવ્યું હતું કે, આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે શાળા અને કોલેજમાં ઓફલાઈન અને ઓનલાઈન આ પ્રકારે અભ્યાસક્રમ શરૂ થયા. ધોરણ 1થી 5ના વર્ગ બાળકોની ચિંતા કરીને શરૂ કરવામાં આવ્યા નહોતા. લગભગ બે વર્ષ જેટલો સમય કોરોનાને થયો છે. એટલે બાળમંદિરથી પહેલા ધોરણમાં અને પહેલામાં જે બાળક હોય તે બીજા ધોરણમાં ગયા છે. ત્યારે મારા વિભાગ દ્વારા એક કમિટી બનાવવામાં આવી છે. બાળકો જ્યાંથી ભૂલ્યા છે ત્યાંથી ભણાવવું. બાળક જલ્દી સમજી શકતો હોય છે. બાળકને સ્વીકારવાની અને સમાજની શક્તિ ખૂબ મોટી આપી છે. આ બાબતે એક કમિટી નિરંતર કામ કરવાની છે. આ કમિટીમાં ડૉકટરો પણ મૂકવામાં આવ્યા છે અને તજજ્ઞો મૂકવામાં આવ્યા છે. તેથી બાળકો સરળતાથી ભણી શકે.

તેમને વધુમાં જણાવ્યું હતું કે, આવતી કાલથી વેકેશન ખુલી રહ્યું છે ત્યારે ધોરણ 1થી 5ની શાળાઓ રાજ્ય સરકારે શરૂ કરવાનો નિર્ણય છે. જૂની SOP પ્રમાણે આ ભૂલકાઓ પણ હવે શાળામાં હસતા, ખેલતા અને ભણતા જોવા મળશે. જૂની SOP જે પ્રમાણે હતી તેના નીતિ નિયમોનું પાલન કરીએ. સંસ્થાના સંચાલકો પર આ નિયમોનું પાલન કરે. 6 ધોરણથી નીચેના બાળકો હોય છે એટલે શાળાના સંચાલકો અને શિક્ષકોએ તકેદારી રાખવાની રહેશે. નવા સત્રની શરૂઆત આવતી કાલથી શાળા શરૂ થઇ રહી છે. એટલે આવતી કાલથી જ આ શાળાઓ શરૂ કરવા માટે રાજ્ય સરકાર SOP પણ બહાર પાડશે. સાથે-સાથે વાલીની મંજૂરી પણ મેળવવામાં આવશે. મને તો નાના-નાના બાળકોના પણ ફોન આવતા હતા કે અમારે શાળાએ જવું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp