શું ભારતમાં CBI વગેરે તપાસ એજન્સીઓ સ્વતંત્ર છે? આ જવાબ આપીને યશ બન્યો UPSC ટોપર

PC: jansatta.com

ઝારખંડમાં રહેતા યશ જલુકાએ UPSC-2020માં ઓલ ઈન્ડિયા ચોથો રેન્ક મેળવ્યો છે. યશ જલુકાને ઈન્ટરવ્યૂમાં ઘણા સવાલો પૂછવામાં આવ્યા, જેમાંથી એક હતો કે ભારતમાં CBI જવી તપાસ એજન્સીઓ સ્વતંત્ર છે કે નહીં, જાણો તેનો યશે શું જવાબ આપ્યો. આ ઉપરાંત, યશ જલુકાની સ્ટ્રેટજી અને તેના વિશે કેટલીક ખાસ વાતો પણ જાણો. ઝારખંડના ઝરિયામાં રહેતા યશ જલુકાએ પહેલા અટેમ્પમાં જ UPSCમાં ચોથો રેન્ક મેળવ્યો છે. યશે કોચિંગ વિના UPSCની પરીક્ષા પાસ કરી છે. યશે પોતાનો પ્રારંભિક અભ્યાસ ડી નોબિલી સ્કૂ, દિગવાડીહ, ધનબાદથી કર્યો છે. ત્યારબાદ તેમણે છઠ્ઠા ધોરણથી 10માં ધોરણ સુધીનો અભ્યાસ સેન્ટ મેરી સ્કૂલ, બારબિલ, ઓડિશાથી કર્યો છે. ત્યારબાદ 11 તેમજ 12માં ધોરણનો અભ્યાસ ડીપીએસ બોકારો, ઝારખંડથી કોમર્સ સ્ટ્રીમમાં કર્યો.

ત્યારબાદ યશે દિલ્હી યુનિવર્સિટીની કિરોડીમલ કોલેજમાંથી અર્થશાસ્ત્રમાં સ્નાતક કર્યું અને 2019માં દિલ્હી સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં સ્નાતકોત્તર કર્યું. યશ જણાવે છે કે, મેં કોલેજ બાદ જૂન, 2019માં UPSC પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી હતી. આ મારો પહેલો પ્રયાસ હતો. મેં પોતાની તૈયારી માટે ઈન્ટરનેટ અને બુક્સ પર વિશ્વાસ કર્યો, પરીક્ષામાં પાસ થવા માટે મેં કોઈ કોચિંગનો સહારો નથી લીધો. યશે એક ઈન્ટરવ્યૂમાં પોતાની સફળતાના સીક્રેટ વિશે વાત કરતા જણાવ્યું કે, સૌથી પહેલા તો ઘણા બધા સ્પર્ધકો પહેલા અટેપ્ટને એટલો સીરિયસ નથી લેતા, તેઓ પહેલીવાર તેને સમજવા માટે આપે છે. પરંતુ મને લાગે છે કે, તેને પહેલીવારમાં જ સીરિયસ લેવુ જોઈએ. તૈયારી માટે મને સૌથી જરૂરી ન્યૂઝપેપર વાંચવાનુ લાગે છે. તેઓ કહે છે કે, તૈયારી શરૂ કરતા પહેલા સૌથી પહેલા એક્ઝામની સ્ટ્રેટજી અને સિલેબસને સમજવુ પડશે, તેને કારણે તમને સમજમાં આવશે તે કયા એરિયામાં UPSC સવાલ પૂછે છે.

યશે કહ્યું કે, પ્રીલિમ્સ અને મેઈન્સ નીકળ્યા બાદ સૌથી જરૂરી તબક્કો પર્સનાલિટી અસેસમેન્ટની ટેસ્ટ પાસ કરવાનો હોય છે, જે ઈન્ટરવ્યૂ રાઉન્ડ હોય છે. પોતાના UPSC ઈન્ટરવ્યૂ સેશન વિશે જણાવતા યશે કહ્યું કે, જ્યારે અમારા ઈન્ટરવ્યૂ ચાલી રહ્યા હતા, તે દરમિયાન જ એક અખબારની ઓફિસમાં તપાસ એજન્સીએ છાપો માર્યો હતો. અમને પેનલે તમામ સવાલોની વચ્ચે આ વિષય સાથે સંબંધિત એક સવાલ પૂછ્યો કે તમે એ જણાવો કે, તમને શું લાગે છે કે ભારતમાં CBI સહિત અન્ય તપાસ એજન્સીઓ સ્વતંત્ર છે કે નહીં?

યશે આ પ્રશ્નના જવાબમાં કહ્યું કે, મારા વિચારથી ભારતમાં CBI સહિત અન્ય પાંચ એજન્સીઓ આંશિકરીતે જ સ્વતંત્ર છે. તેના ટોપ ઓફિસર્સની પસંદગી સરકાર કરે છે. આ ઉપરાંત, આ પાંચ એજન્સીઓ દ્વારા કરવામાં આવતી રેડ અથવા અન્ય કાર્યવાહીનું ઘણીવાર પબ્લિકને કારણ પણ જાણવા નથી મળતું કે આખરે તે કાર્યવાહી શા માટે કરવામાં આવી. સાથે જ મે તેમને એક સજેશન આપ્યું કે, આ એજન્સીઓ માટે સંસદમાં એક કમિટી એવી હોવી જોઈએ, જ્યાં કોઈપણ એજન્સી એ સૂચિત કરે કે તેમની રેડ પાછળનું કારણ શું છે, તેમની પાસે કયા પ્રકારના પુરાવા છે જેના આધાર પર આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભલે તેને લોકોથી ગુપ્ત રાખવામાં આવે, પરંતુ વિપક્ષને તેના વિશે જાણ હોવી જોઈએ.

આ વર્ષે UPSC પરીક્ષા 2020ના રિઝલ્ટ શુક્રવાર 24 સપ્ટેમ્બરે જાહેર કરવામાં આવ્યા છે. આ પરીક્ષામાં બિહારના શુભમ કુમારે ઓલ ઈન્ડિયા પહેલો રેન્ક મેળવ્યો છે. જ્યારે જાગૃતિ અવસ્થી બીજા અને અંકિતા જૈન ત્રીજા નંબર પર છે. આ પરીક્ષામાં ઝારખંડના યશ જલુકાએ ચોથો રેન્ક મેળવ્યો છે. યશ જલુકા પોતાની સફળતા પાછળ પોતાની સ્ટ્રેટજીની સાથે કરવામાં આવેલી તૈયારીને મુખ્ય કારણ માને છે. તેઓ દરરોજ ચાર કલાક ન્યૂઝપેપર વાંચતા હતા. આ ઉપરાંત, તેમણે સિલેબસને વાંચવાની સાથે તેની શોર્ટ નોટ્સ બનાવીને તૈયારી કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp