એમ.એસ.યુનિવર્સિટીની વિદ્યાર્થીની પર પ્રોફેસરની જાતીય સતામણી, જાણો સમગ્ર ઘટના

PC: abplive.in

વડોદરાની પ્રખ્યાત ગણાતી એવી એમ.એસ.યુનિવર્સિટીની એક વિદ્યાર્થીનીએ તેના જ ડિપાર્ટમેન્ટના પ્રોફેસર સી.જે.પંચાલ વિરૂધ્ધ જાતિય સતામણીનો ગંભીર ગુનો દાખલ કર્યો છે. જે અંતર્ગત આજ રોજ પ્રોફેસરની વિરૂધ્ધ તપાસ હાથ ધરવામાં આવી છે. યુનિવર્સિટીની વિદ્યાર્થીનીએ આરોપ લગાવ્યો હતો કે હું જ્યારે રૂમમાં જતા હતી ત્યારે તેમણે પાછળથી આવીને મને ખૂબ ગંદી રીતે સ્પર્શ કર્યો હતો.  

આ ભોગ બનનાર વિદ્યાર્થીનીએ વિદ્યાર્થી વિકાસ સંધની આગેવાનીમાં યુનિવર્સિટીની હેડ ઓફીસમાં રજુઆત કરી હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ તેને સમર્થન આપ્યું હતું.  

યુનિવર્સિટીમાં વીસીની મુલાકાત ન થતા વિદ્યાર્થીનીએ 181 અભયમની હેલ્પલાઈન પર ફોન કરીને ફરિયાદ નોંધાવી હતી અને થોડા જ સમયમાં મહિલા પોલીસની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી. ત્યારબાદ વિદ્યાર્થીનીએ યુનિવર્સિટીના વીસી પરિમલ વ્યાસ અને અભયમની ટીમ સાથે બેસીને પોતાની રજુઆત કરી હતી. આ મિટીંગ બે કલાક સુધી ચાલી હતી અને વીસી તરફથી વિદ્યાર્થીનીને ન્યાય મળશે એવી રજુઆત કરવામાં આવી હતી. પ્રોફેસર ચેતન પંચાલને હાલમાં તમામ શૈક્ષણિક કાર્યમાંથી બાકાત કરવામાં આવ્યા છે અને વીસીએ નિવેદન આપ્યું છે કે આ ઘટનાનો ફાઈનલ રિપોર્ટ થોડા સમયમાં રજુ કરવામાં આવશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp