આ કોલેજમાં છોકરીઓ શોર્ટ ડ્રેસ નહીં પહેરી શકે અને છોકરાઓથી અલગ બેસવું પડશે

PC: t2online.com

મુંબઇની ગ્રાન્ટ ગવર્મેન્ટ મેડીકલ કોલેજ એન્ડ સર જેજે ગ્રુપ હોસ્પિટલના વિદ્યાર્થીઓ હાલના દિવસોમાં કોલેજ ડીનના તુઘલખી ફરમાનથી પરેશાન છે. અહીં કોલેજના વાર્ષિક કાર્યક્રમ 'અસ્તિત્વ’માં ભાગ લેનાર વિદ્યાર્થીનીઓને ટૂંકા કપડા પહેરવા પર તો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે પરંતુ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે ફેસ્ટ દરમિયાન છોકરીઓએ છોકરાઓની દૂર બેસવું અને ડાન્સ પણ ન કરવો.

આ મામલે કોલેડના ડીન અજય ચંદનવાલેએ નિવેદન આપ્યું હતું કે, ત્રણ નર્સો જીટી હોસ્પિટલની હોવાને લીધે વિદ્યાર્થીનીઓને અનુશાસિત રહેવા માટે કહેવામાં આવ્યું છે. અમારે કેટલાક નિયમોનું પાલન કરવાનું હોય છે કારણ કે અમે ડોક્ટર છીએ.

આ ડ્રેસ કોડની જાહેરાત ઘોષણના ફેસબુક પર શનિવારે સવારે 4.14 મિનિટ પર કરવામાં આવી હતી. પોસ્ટમાં ડીનનો ઉલ્લેખ કરીને કહેવામાં આવ્યું હતું કે, છોકરીઓને અશ્લીલતા અથવા ઉત્પીડનની મંજૂરી નથી. પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે રાત્રે 9:30  સુધી છોકરીઓ અને 10:00  વાગ્યા સુધી છોકરાઓએ હોસ્ટેલ પર પહોંચી જવું પડશે. આ મેસેજ ગર્લ્સ હોસ્ટેલ વોર્ડને વોટ્સએપ કર્યો હતો.

વિદ્યાર્થી સમૂહના મહાસચિવ વિનય દળવીએ કહ્યું હતું કે છોકરીઓને પરંપરાગત પોશાક પહેરવા માટે કહેવામાં આવ્યું છે. છોકરા અને છોકરીઓને અલગ અલગ બેસવા અને સાથે ડાન્સ નહી કરવા માટે ફરમાન આપવામાં આવ્યું છે.

 

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp