વિદ્યાર્થીનીને સ્કૂલમાં મરાવ્યા હતા 168 તમાચા, આરોપી ટીચરે જવું પડ્યું જેલ

PC: cieh.org

મધ્ય પ્રદેશના ઝાબુઆ જિલ્લામાં એક ટીચરે હોમવર્ક ન કરનારી છઠ્ઠા ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીને તેના સહવિદ્યાર્થીઓ પાસે 168 તમાચા મરાવડાવ્યા હતા. આ ઘટના બાદ વિદ્યાર્થીનીની હાલત બગડી ગઈ હતી. આ ઘટના બાદ વિદ્યાર્થીની અને તેના પિતા તરફથી પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. ત્યારબાદ આરોપી ટીચરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર, આરોપી ટીચરને 14 દિવસની ન્યાયિક હિરાસતમાં મોકલવામાં આવ્યા છે. આ ઘટના 11 જાન્યુઆરી, 2018ના રોજ ઝાબુઆના થાંદલાની જવાહર નવોદય વિદ્યાલયમાં બની હતી. જ્યાં છઠ્ઠા ધોરણમાં ભણતી શિવપ્રતાપ સિંહની દીકરીએ હોમવર્ક કર્યું નહોતું. આ વાતની જાણ ટીચર મનોજ વર્માને થતા તેમણે ક્લાસમાં ભણતા અન્ય વિદ્યાર્થીઓ પાસે તેને માર મરાવ્યો હતો. વિદ્યાર્થીનીની બંને ગાલ પર કુલ 168 તમાચા મારવામાં આવ્યા હતા. આ વાતની ફરિયાદ પીડિતા વિદ્યાર્થીની અને તેના પિતાએ સ્કૂલ પ્રબંધનને કરી હતી.

ફરિયાદ મળ્યા બાદ આરોપી ટીચરને સ્કૂલ પ્રબંધન દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પછી પીડિત વિદ્યાર્થીનીના પિતાની ફરિયાદના આધારે પોલીસે આ સંબંધમાં ફરિયાદ દાખલ કરી હતી અને મામલાની તપાસ શરૂ કરી હતી. ત્યારબાદ પોલીસે આરોપી ટીચર મનોજ વર્માની ધરપકડ કરી હતી. ગત સોમવારે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં આરોપીએ જમાનત અરજી દાખલ કરી હતી, પરંતુ જજે તેની અરજી રદ્દ કરી હતી અને તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો છે.

તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે, વિદ્યાર્થીની 1થી 10 જાન્યુઆરી, 2018 સુધી સ્કૂલે નહોતી ગઈ. તે 11 તારીખે જ્યારે સ્કૂલે ગઈ તો શિક્ષક મનોજ વર્માએ તેના બંને ગાલો પર સહવિદ્યાર્થીઓ પાસે તમાચા મરાવડાવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp