અમેરિકનોનો કોલેજના ભણતર પરથી ઉઠી રહ્યો છે વિશ્વાસ, આ છે કારણ
ભણતર કોઈપણ સમાજ અને દેશના ઘડતરનો મહત્ત્વનો પાયો છે. જે દેશમાં હાયર એજ્યુકેશન મેળવનારા લોકોની સંખ્યા વધુ હોય તે દેશનો વિકાસ ઝડપી થાય છે. આવુ આપણે અર્થશાસ્ત્રમાં ભણી ગયા. આથી, આપણા દેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવનારા લોકોની સંખ્યા ધીમે-ધીમે વધી રહી છે અને દેશમાં શિક્ષણ પ્રત્યે પોઝિટિવ માહોલ જોવા મળી રહ્યો છે. પરંતુ, તમને એ જાણીને નવાઈ લાગશે કે, અમેરિકામાં ઉચ્ચ શિક્ષણને લઈને સકારાત્મક વિચાર ધરાવતા લોકોની સંખ્યામાં ધીમે-ધીમે મોટો ઘટાડો આવી રહ્યો છે. કોલેજ અને યુનિવર્સિટીમાં જઈને અભ્યાસ કરવાના મૂલ્ય પર સવાલ ઉઠાવનારા અમેરિકીઓની સંખ્યા ધીમે-ધીમે વધી રહી છે. થિંક ટેંક ન્યૂ અમેરિકાના હાલના સર્વે અનુસાર, 2020 બાદથી કોલેજ અને યુનિવર્સિટીનો દેશ પર સકારાત્મક પ્રભાવ માનનારા અમેરિકીઓમાં 14 ટકાનો ઘટાડો આવ્યો છે.
આ સર્વે રિપોર્ટના ઘણા નિષ્કર્ષ સમયની સાથે સ્થિર રહે છે. જેમકે, અમેરિકીઓમાં સામાન્ય સહમતિ છે કે, માધ્યમિક શિક્ષણ બાદ સ્ટુડન્ટ્સ માટે નિવેશ પર સારું રિટર્ન મળે છે. પરંતુ, દેશ પર ઉચ્ચ શિક્ષણના પ્રભાવની ધારણામાં ભારે ઘટાડો આવ્યો છે. રિપોર્ટની સહ-લેખિકા સોફી ગુયેને કહ્યું હતું કે, ઉચ્ચ શિક્ષણને લઈને આ ઘટાડો આર્થિક પડકારોના કારણે આવ્યો છે. આ સર્વે એવા સમયે કરવામાં આવ્યો છે કે જ્યારે ગેસના ભાવ વધ્યા હતા અને લોકોને લાગવા માંડ્યું હતું કે, વાસ્તવમાં આર્થિક મંદી આવી રહી છે. 73% ડેમોક્રેટ માને છે કે, કોલેજો અને યુનિવર્સિટીઓનો દેશ પર સકારાત્મક પ્રભાવ પડે છે. સર્વેમાં જાણવા મળ્યું છે કે, ડેમોક્રેટ અને રિપબ્લિકન ઉચ્ચ શિક્ષણના ઘણા પાસાંઓ વિશે અસહમત છે. 73% ડેમોક્રેટ માને છે કે, કોલેજો અને યુનિવર્સિટીઓનો દેશ પર સકારાત્મક પ્રભાવ પડે છે, જ્યારે માત્ર 37% રિપબ્લિકન એવુ અનુભવે છે.
અમેરિકીઓ પણ એ વાત પર વહેંચાયેલા છે કે, ઉચ્ચ શિક્ષણ માટે કોને ચૂકવણી કરવી જોઈએ. 77% ડેમોક્રેટ્સ કહે છે કે, સરકારે ઉચ્ચ શિક્ષણ માટે પૈસા આપવા જોઈએ કારણ કે તે સમાજ માટે સારું છે. જ્યારે 63% રિપબ્લિકનનું કહેવુ છે કે, વિદ્યાર્થીઓને હાઈસ્કૂલ બાદ ચૂકવણી કરવી જોઈએ કારણ કે, તેનાથી તેમને લાભ થાય છે. 67% અમેરિકી એ વાત સાથે સહમત છે કે, આર્થિક સુરક્ષા પ્રાપ્ત કરવા માટે તેમના બાળકો અથવા પરિવારના નજીકના સભ્યો માટે કોઈપણ પ્રકારના ઉત્તર-માધ્યમિક શિક્ષણની આશ્યકતા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp