અમદાવાદ: ABVP વિદ્યાર્થીની દાદાગીરી, કોલેજના આચાર્યને વિદ્યાર્થીના પગે પડાવ્યા

PC: khabarchhe.com

અમદાવાદમાં આજે ગુરુ અને શિષ્યના સંબંધને કાળો ડાઘ લગાવે તેવી ઘટના થઇ હતી. ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન મહાન છે અને ગુરુને પગે લાગીને આશીર્વાદ લેવામાં આવતા હોય છે ત્યારે આજની ઘટનામાં એક કોલેજના આચાર્યને પગે લગાડીને ભારતીય સંસ્કૃતિને લાંછન લગાડ્યું હતું.

આ વિવાદ બાબતે વધુમાં અમદાવાદ શહેરમાં આવેલી સાલ કોલેજમાં ABVPના વિદ્યાર્થી નેતા દ્વારા કોલેજના પ્રિન્સિપાલને કોલેજની વિદ્યાર્થીની પાસે પગે લગાડવાની ફરજ પડાઈ હતી. જેમાં ABVP નેતાએ ગુરુનું સન્માન પણ જાળવ્યું ન હતું. છેલ્લા કેટલાક સમયથી ABVP વિદ્યાર્થી નતાઓની દાદાગીરી સતત વધતી જાય છે ત્યારે આજે GLS બાદ સાલ કોલેજમાં ABVP નેતા વિવાદમાં આવ્યા છે. આ બાબતે ABVPના અક્ષત જયસ્વાલની ખુલ્લેઆમ દાદાગીરી કરતો વિડિઓ જોવા મળી રહ્યો છે અને આચાર્ય સાથે ઉગ્ર બલાચાલી કરી ધમકાવવામ આવી રહ્યું દેખાઈ છે. આ વિડિઓ અક્ષતે ખુદ સોશિયલ મીડિયામાં ફરતો કર્યો હતો.

કેટલાક વિદ્યાર્થી દ્વાર ગેરવર્તુણક કરવામાં આવી છે તેવું કોલેજના પ્રિન્સિપાલ દ્વારા જાણવા મળ્યું હતું. ABVPએ કોલેજના સ્ટાફ સાથે પણ ગેરવર્તણૂક કરી હતી અને આચાર્યને એક વિદ્યાર્થીનીના પગે પાડવા મજબુર કર્યા હતા. 50 ટકાથી ઓછી હાજરી હોય તો વાલીઓને બોલવીએ છીએ અને વાલીઓનો અમને પૂરો સપોર્ટ હોય છે તેમજ દાદાગીરી જેવો કોઈ મામલો જ ન હતો તેમ સેક્શન હેડ દ્વારા જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp