આ કારણે નંબર 1 છે દિલ્હીની સરકારી સ્કૂલ, Photosમા જોઈ લો

PC: intoday.in

દિલ્હી સરકાર અને બ્રિટિશ કાઉન્સિલે પરસ્પર શૈક્ષણિક સહયોગને પ્રોત્સાહન આપવા માટે મંગળવારે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. દિલ્હી સરકારે અંગ્રેજી શિક્ષા આપવા અને સ્કીલ ડેવલપમેન્ટ માટે આ કરાર કર્યો છે. આ અગાઉ પણ દિલ્હી સરકાર તરફથી કેટલાક આવા નિર્ણય લેવામાં આવ્યા છે જેનાથી રાજધાનીની સરકારી સ્કૂલોની સ્થિતિને સુધારવામાં ખૂબ મોટો સહયોગ મળ્યો છે. ચાલો જાણીએ એ નિર્ણયો કયા કયા છે.

બ્રિટિશ કાઉન્સિલની સાથે MOU:

इसà¤⊃2;िए नंबर 1 à¤⊃1;ै दिà¤⊃2;्à¤⊃2;ी के सरकारी स्कूà¤⊃2;, ये à¤⊃1;ुए à¤⊃1;ैं बड़े बदà¤⊃2;ाव

દિલ્હી સરકાર તરફથી ઉપમુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા અને બ્રિટિશ કાઉન્સિલ તરફથી ડાયરેક્ટર એલન ગેમેલ ઓબીઈએ MOU સાઈન કર્યો છે. તેના માધ્યમથી હવે યુવાનોના સ્કીલ ડેવલપમેન્ટ અને કળા-સંસ્કૃતિમાં સહયોગને લઈને કામ કરવામાં આવશે.

શિક્ષકોને વિદેશમાં ટ્રેનિંગ:

इसà¤⊃2;िए नंबर 1 à¤⊃1;ै दिà¤⊃2;्à¤⊃2;ी के सरकारी स्कूà¤⊃2;, ये à¤⊃1;ुए à¤⊃1;ैं बड़े बदà¤⊃2;ाव

દિલ્હીની સરકારી સ્કૂલોમાં પણ પ્રાઇવેટ સ્કૂલોની જેમ શિક્ષણ મળી રહ્યું છે. દિલ્હીની 1 હજારથી વધુ સરકારી સ્કૂલોના શિક્ષકો અને આચાર્યોને અત્યાર સુધીમાં પ્રશિક્ષણ માટે સિંગાપુર અને ફિનલેન્ડ મોકલવામાં આવી ચૂક્યા છે. તેઓ ત્યાં ટ્રેનિંગ લઈને આવે છે અને દિલ્હીમાં શિક્ષણ પૂરું પાડે છે.

સ્કૂલોના મકાનને લઈને થયું કામ:

इसà¤⊃2;िए नंबर 1 à¤⊃1;ै दिà¤⊃2;्à¤⊃2;ी के सरकारी स्कूà¤⊃2;, ये à¤⊃1;ुए à¤⊃1;ैं बड़े बदà¤⊃2;ाव

દિલ્હીની ઘણી સરકારી સ્કૂલોની દીવાલોનું રંગરોગાન થઈ ચૂક્યું છે અને તે પ્રાઈવેટ સ્કૂલથી કોઈ પણ રીતે ઓછી નથી એવી બનાવી દેવામાં આવી છે. આ કારણે બાળકોને સાફ અને મોટી જગ્યામાં શિક્ષણ પ્રાપ્ત કરવાની તક મળી રહી છે. તેમાં બાળકો માટે જિમ, ગ્રાઉન્ડ, સ્વિમિંગ પૂલ વગેરે શામેલ છે.

'હેપીનેસ કરીકુલમ':

इसà¤⊃2;िए नंबर 1 à¤⊃1;ै दिà¤⊃2;्à¤⊃2;ी के सरकारी स्कूà¤⊃2;, ये à¤⊃1;ुए à¤⊃1;ैं बड़े बदà¤⊃2;ाव

દિલ્હીની સરકારી સ્કૂલોના 40 શિક્ષકોની એક ટીમે લગભગ 6 મહિનામાં એક 'હેપીનેસ કરીકુલમ'
બનાવ્યું છે. જેમાં પાઠ્યપુસ્તકના ભણતર ઉપરાંત નર્સરીથી લઈને સાતમાં ધોરણના વિદ્યાર્થીઓ માટે 45 મિનિટનો 'હેપીનેસ પીરિયડ હશે. તેમાં યોગા, કથાવાચન, પ્રશ્નોત્તરીનું સેસન અને માનસિક કસરત જેવી પ્રવૃત્તિઓ શામેલ છે.

બજેટ વધાર્યું:

इसà¤⊃2;िए नंबर 1 à¤⊃1;ै दिà¤⊃2;्à¤⊃2;ी के सरकारी स्कूà¤⊃2;, ये à¤⊃1;ुए à¤⊃1;ैं बड़े बदà¤⊃2;ाव

જણાવી દઈએ કે દિલ્હી સરકારે પોતાના પ્રથમ બજેટ ભાષણમાં શિક્ષણનું બજેટ બે ગણું કરી દીધું હતું. મળતી માહિતી અનુસાર કુલ બજેટનો 26 ટકા ભાગ શિક્ષા પર ખર્ચ કરવામાં આવી રહ્યો છે.

इसà¤⊃2;िए नंबर 1 à¤⊃1;ै दिà¤⊃2;्à¤⊃2;ी के सरकारी स्कूà¤⊃2;, ये à¤⊃1;ुए à¤⊃1;ैं बड़े बदà¤⊃2;ाव

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp