5 પ્રોફેસર સેક્સના બદલામાં આપી રહ્યા હતા સારા માર્ક્સ, કેસમાં પહેલી સજા

PC: africanews.com

એક યુનિવર્સિટી પ્રોફેસરને સેક્સુઅલ હેરેસમેન્ટના બદલામાં વિદ્યાર્થીઓને સારા ગ્રેડ આપવાના કેસમાં બે વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે. પ્રોફેસરને અભદ્ર વ્યવહાર, સેક્સુઅલ હેરેસમેન્ટ અને હિંસાનો દોષી ઠેરવવામાં આવ્યો છે. આ કેસ આફ્રિકન દેશ મોરક્કોની હસન આઇ યુનિવર્સિટીની છે જે Settat શહેરમાં સ્થિત છે. આ આટલો મોટો કેસ બની ગયો હતો કે દેશની સૌથી મોટી વસ્તીમાં સ્કેન્ડલ વિરુદ્ધ લોકોમાં ગુસ્સો ઉત્પન્ન થઈ ગયો હતો. BBCના રિપોર્ટ મુજબ મોરક્કોમાં યુનિવર્સિટીમાં હાઇ-પ્રોફાઇલ સેક્સુઅલ હેરેસમેન્ટના કેસમાં આ પહેલો કોર્ટનો નિર્ણય છે.

કોર્ટે હસન યુનિવર્સિટીના અર્થશાસ્ત્રના એક પ્રોફેસરને પોતાની વિદ્યાર્થિનીઓને સેક્સુઅલ હેરેસમેન્ટ કરવાનો દોષી ઠેરવવામાં આવ્યો છે. તે વિદ્યાર્થિનીઓને સારા ગ્રેડ આપવાનું છેતરીને તેમનું સેક્સુઅલ હેરેસમેન્ટ કરતો હતો. આ હાઇ-પ્રોફાઇલ કેસમાં વધુ 4 પ્રોફેસરોએ કોર્ટમાં રજૂ થવાનું છે. કુલ 5 પ્રોફેસર્સ પર આરોપ સામે આવ્યા હતા. આ કેસ ત્યારે સામે આવ્યો જ્યારે ગત વર્ષે સપ્ટેમ્બરમાં સોશિયલ મેડિયા પર વિદ્યાર્થીઓ અને પ્રોફેસર વચ્ચે થયેલી ચેટ લીક થઈ ગઈ. પ્રોફેસર પર લાગેલા આરોપોએ સામાન્ય લોકોમાં ગુસ્સો ઉત્પન્ન કરી દીધો હતો અને કેસ કોર્ટ સુધી પહોંચી ગયો.

રિપોર્ટ મુજબ આ પ્રકારની ઘટનાઓની એક સીરિઝ છે. જેણે હાલના વર્ષોમાં મોરક્કો યુનિવર્સિટીઝની પ્રતિષ્ઠાને ખૂબ નુકસાન પહોંચાડ્યું છે. જોકે વર્તમાન કેસ આ બાબતે અલગ હતો કે તેને પહેલી વખત કોર્ટમાં લાવવામાં આવ્યો. આ પહેલા મોટા ભાગના રિપોર્ટ કરવામાં આવેલી ઘટનાઓને આમ જ રફે-દફે કરી દેવામાં આવતી હતી. હ્યુમન રાઇટ્સ ગ્રૃપ્સનું કહેવું છે કે અમે એક એવા સમાજમાં છીએ જેમાં યૌન હિંસા વ્યાપક રૂપે બનેલી છે પરંતુ પીડિત પોતાની પ્રતિષ્ઠા કે પરિવારની ચિંતાઓ અને અન્ય કારણોથી પોતાના અનુભવોને રિપોર્ટ કરવામાં ખચકાટ અનુભવતા હતા.

મોરક્કોની એક લોકોલ ટી.વી. ચેનલ 2Mએ 13 જાન્યુઆરી 2022ના રોજ પોતાના એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે સેક્સ ફોર ગ્રેડ સ્કેન્ડલના આરોપી અન્ય 4 પ્રોફેસરોને 24 જાન્યુઆરીના રોજ સજા સંભળવવામાં આવશે. આ સેક્સ ફોર ગ્રેડ સ્કેન્ડલ સામે આવ્યા બાદ હસન યુનિવર્સિટીના કાયદા અને અર્થશાસ્ત્ર વિભાગના ડીને નવેમ્બર 2021મા પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. જોકે એક ફરિયાદકર્તાએ 70 હજાર દિરહમ (14,17,661,34 રૂપિયા)ના વળતર બાદ બધા કાયદાકીય કાર્યવાહીઓમાંથી આરોપીને મુક્ત કરી દીધો હતો.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp