22 વર્ષની ઉંમરમાં કોચિંગ વિના આ યુવાન બન્યો IAS, આ રીતે કરી UPSCની તૈયારી

PC: hindustantimes.com

જો તમે UPSC કે અન્ય બાહ્ય પરીક્ષાની તૈયારી કરતાં હોવ તો તમારે ઘણી બધી પ્લાનિંગ કરવી પડે છે. તેના માટે લોકો ખૂબ મહેનત કરે છે અથવા કેટલાક તો કોચિંગ ક્લાસ જોઇન્ટ કરે છે. સાથે ખૂબ ચીવટપૂર્વક આયોજન કરીને વાંચન અને સખત મહેનતથી પોતાના લક્ષ્યને પૂરું કરતાં હોય છે. જો તમે પણ બાહ્ય પરીક્ષાની તૈયારી કરતાં હોવ તો, આજે અમે તમારા માટે એક સફળ 22 વર્ષના યુવાનની કહાની લઈને આવી રહ્યા છીએ, જેણે સીમિત સંસાધનો સાથે 22 વર્ષની ઉંમરમાં IASની પરીક્ષા પહેલી જ ટ્રાયલમાં પાસ કરી લીધી. બિહારના મધુબની જિલ્લાના ખેડૂત પરિવારમાં જન્મેલો મુકુન્દ કુમાર ઝાની UPSCની જર્ની ઘણું બધુ શીખવે છે. સીમિત સંશાધનોમાં કોઈ કોચિંગ ક્લાસ વિના એક વર્ષની તૈયારીમાં પહેલા એટેમ્પમાં IAS બનાવનારી મુકુન્દ કુમારની સ્ટ્રેટેજી અને અત્યાર સુધીની જર્ની બાબતે જાણીએ.

મુકુન્દ કુમાર ઝાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, જ્યારે તે ચોથા-પાંચમા ધોરણમાં ભણતો હતો, ત્યારે જ તેણે IAS, IPS શબ્દો ક્યાંક વાંચ્યા હતા. ત્યારે તે પોતાના પિતાને પૂછતો હતો કે તેનો અર્થ શું થાય છે. તેના પિતાએ તેને આ શબ્દોના અર્થ જણાવ્યા હતા. ત્યારબાદ જ્યારે તે મોટો થયો તો તેણે એજ બનવાનું સપનું જોવાનું શરૂ કરી દીધું અને આગળ જઈને તેને જ પોતાનો કરિયર ગોલ બનાવી લીધો. પોતાના પરિવારની બાબતે તે જણાવે છે કે મારા પિતા એક ખેડૂત છે અને મા પહેલા પ્રાઇમરી સ્કૂલમાં ટીચર હતી, જે છોડીને બાળકોને ભણાવવા લાગી. તેણે મારી બહેન અને પછી મને પણ ઘરમાં ભણાવ્યો. તેણે જણાવ્યું કે આખી જર્નીમાં ઘણી બધી મુશ્કેલીઓ ઝેલવી પડી, એટલે કોચિંગ ક્લાસ જોઇન્ટ ન કર્યા. મને ખબર હતી કે પપ્પા પાસે અઢી-ત્રણ લાખ માંગીશ તો આપવાના મુશ્કેલ હશે.

પોતાના શરૂઆતી દિવસોની બાબતે તે જણાવે છે કે તેણે બિહારમાં જ આવાસીય સરસ્વતી વિદ્યા મંદિરમાંથી 5મા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો, ત્યારબાદ સૈનિક સ્કૂલ ગોલપાડામાં ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો. પછી DUમાંથી ગ્રેજ્યુએશન કર્યું. ગ્રેજ્યુએશન બાદ મારી ઉંમર કંપલીટ નહોતી, એટલે વર્ષ 2018માં મને આખું વર્ષ પ્રિપેરેશન માટે મળ્યું. પહેલીવાર વર્ષ 2019માં પ્રિલીમ્સ આપી. તેણે પૂરી તૈયારી કોઈ કોચિંગ વિના કરી. હું પોતાને ભાગ્યશાળી સમજુ છું કે પહેલા એટેમ્પટમાં નીકળ્યો. હાં મને એક-બેવાર લાગ્યું કે, હવે છોડી દેવું છે આની તુલનામાં કોઈ સરળ પરીક્ષા આપવી છે, પછી UPSC ટ્રાઇ કરીશ, પછી ફરી લક્ષ્ય યાદ આવતું હતું. તેના કારણે શક્તિ મળતી હતી.

મુકુન્દ કુમાર ઝાએ પોતાના ઇન્ટરવ્યૂમાં કહ્યું કે તે તૈયારી માટે ટાઈમ ટેબલને સ્ટ્રિક્ટ થઈને ફોલો કરતો હતો. તેના માટે જે રીતે સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેતો હતો, પછી મેં ફેસબુક, ટ્વીટર ડિએક્ટિવ કર્યા, મિત્રો, ફેમિલી ફંક્શન, લગ્ન સમારોહ બધુ જ છોડી દીધું. પ્રોપર સ્ટ્રેટેજી અને બુક લિસ્ટ બનાવી. પછી રોજ 12-14 કલાક વાંચન કરીને UPSC પરીક્ષા કાઢી. 22 વર્ષની ઉંમરમાં IAS બનેલા બિહારના મધુબની જિલ્લાના રહેવાસી મુકુન્દ કુમાર ઝાએ જણાવ્યું કે, UPSCમા એ નથી પૂછવામાં આવતું કે ટી-શર્ટમાં કેટલા બટન છે કે કેટલા પગથિયાં ચઢીને તમે આવ્યા, પરંતુ UPSCમાં એવા સવાલ પૂછવામાં આવે છે જેનાથી એ ખબર પડે છે કે તમે પોતાને દેશને કેટલા ચાહો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp