UPSCના ઇન્ટરવ્યૂમાં ફેલ થનારને પણ મળશે સરકારી નોકરી!

PC: hindustantimes.com

UPSCની પરીક્ષાને સૌથી મુશ્કેલ પરીક્ષામાંથી એક માનવામાં આવે છે. દિવસ-રાત મહેનત કર્યા પછી વિદ્યાર્થીઓ પ્રી અને મેસ પરીક્ષા તો પાસ કરી લે છે પણ જ્યારે ઇન્ટરવ્યૂનો વારો આવે છે ત્યારે બે તૃતીયાંશ લોકો તેમાં ફેલ થઇ જાય છે. એવા જ ઉમેદવારોને ધ્યાનમાં રાખતા UPSC નવા નિયમ લાવવાની યોજના બનાવી રહ્યું છે જ્યાં ઇન્ટરવ્યૂમાં ફેલ થયેલા ઉમેદવારોને બીજી સરકારી નોકરી આપવામાં આવશે.

યુનિયન પબ્લિક સર્વિસ કમિશને કેન્દ્રીય મંત્રાલય અને એજન્સીઓને સિવિલ સેવા પરીક્ષાના એ ઉમેદવારોને ભરતી કરવાની ભલામણ કરી છે જે ઇન્ટરવ્યૂમાં સફળ નથી થઈ શકતા. જો આવું થાય છે તો યુવાઓ માટે રોજગારનો સારો વિકલ્પ ખોલી શકાય એમ છે.

'ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસ'ની રિપોર્ટ અનુસાર UPSCના અધ્યક્ષ અરવિંદ સક્સેનાએ કહ્યું, 'અમે કેન્દ્ર સરકાર અને મંત્રાલયોને એવા લોકોની ભરતી કરવાનો પ્રસ્તાવ આપ્યો છે જે સિવિલ સેવા અને અન્ય પરીક્ષાઓમાં ઇન્ટરવ્યૂ રાઉન્ડમાં ફેલ થઈ જાય છે.' આ વાત તેમણે હાલમાં જ ઓરિસ્સામાં આયોજિત રાજ્ય લોકસેવા આયોગના 23માં સંમેલનમાં કહી હતી.

અરવિંદ સક્સેનાએ જણાવ્યું કે 1 વર્ષમાં લગભગ 11 લાખ ઉમેદવાર UPSCની પરીક્ષામાં ભાગ લે છે. પછી પ્રી, મેસ અને ઇન્ટરવ્યૂની પ્રક્રિયા થયા પછી 600 ઉમેદવારોને પસંદ કરવામાં આવે છે.

જ્યારે મોટી સંખ્યામાં એવા ઉમેદવાર પણ છે જે વાઈવા વોઈસના છેલ્લા તબક્કા સુધી તો પહોંચે છે પરંતુ તેમાં ફેલ થઈ જાય છે. સરકાર અને અન્ય સંગઠન ભરતી દરમિયાન તેની પર વિચાર કરી શકે છે કારણ કે તેઓ પહેલા જ મુશ્કેલ સ્ક્રીનિંગ પ્રક્રિયામાંથી પસાર થઈ ચૂક્યા હોય છે અંદ માત્ર છેલ્લા તબક્કે તેઓ ફેલ થાય છે. જો આવું થાય છે તો યુવાઓમાં પરીક્ષાના તણાવને ઓછુ કરવામાં મદદ મળશે અને સાથે જ તેમના મનમાં નોકરીને લઈને આશા બની રહેશે.

અરવિંદ સક્સેનાએ કહ્યું કે UPSC પરીક્ષાની પ્રક્રિયાને ઉમેદવાર ફ્રેન્ડલી બનવા માટે ઘણા પગલા લેવામાં આવી રહ્યા છે. તેમને કહ્યું કે આવનાર સિવિલ સેવા પરીક્ષાઓ માટે અરજી કરનાર ઉમેદવારોને જલદી પોતાનું અરજી ફોર્મ પરત લેવાનું ઓપ્શન પણ આપવામાં આવશે.

પરીક્ષા પ્રક્રિયાને ઉમેદવારો માટે પારદર્શી બનાવવા માટે UPSC ઘણા ઉપાયો કરી રહી છે. 'આયોગ ધીરે-ધીરે કાગળ-પેન્સિલ આધારિત પરીક્ષાના સ્થાને કમ્પ્યુટર આધારિત પરીક્ષા (CBT) લાવવાની કોશિશ કરી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp