બિહારના આ ગામમાં દર બીજા ઘરેથી નીકળે છે આઈઆઈટીયન, ગજબ છે અભ્યાસનું મોડલ

PC: tosshub.com

બિહારનું એક ગામ જે ક્યારેય પોતાના ફેબ્રિક પ્રોડક્શન માટે ઓળખાતું હતું, ત્યાંથી આજની તારીખમાં આઈઆઈટિયન નિકળી રહ્યા છે. પાવરલૂમનો ઘોંઘાટ પણ જેઈઈની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓના લક્ષ્યને ભટકાવી શકે નહીં. અહીંના વિદ્યાર્થીઓનું પ્રિપરેશન મોડલ પણ ગજબનું છે. અહીંના વિદ્યાર્થીઓ પોતાના સીનિયર્સથી પ્રેરણા લઇ ગાઈડેંસ લે છે.

બિહારના ગયા જિલ્લાના માનપુર એરિયામાં પટવાટોલી નામનું ગામ છે. જ્યાં એક એવી ખાસ લાઈબ્રેરી છે, જે પોતાના પુસ્તકોની સંખ્યાના કારણે નહીં પણ પોતાના મિશન માટે નોખી છે. એક મોટા રૂમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સીમિત સંસાધનો હોવા છતાં જેઈઈ ક્રેક કરીને આઈઆઈટીમાં એડમિશન લેવામાં સફળ રહે છે.

આ લાઈબ્રેરીના કર્તાધર્તા ચંદ્રકાંત પાટેશ્વરી જણાવે છે કે, ગામને હવે વિલેજ ઓફ આઈઆઈટિયન્સ ના નામે ઓળખવામાં આવે છે. આ ગામમાંથી દર વર્ષે ડઝન જેટલા વિદ્યાર્થીઓ કોઈપણ કોચિંગ વિના જેઈઈમાં સિલેક્શન મેળવી લે છે. સફળતાનો ફાળો આ લાઈબ્રેરીમાં ખરી મહેનત અને સીનિયર્સનું માર્ગદર્શનને જાય છે.

રસપ્રદ વાત તો એ છે કે આ લાઈબ્રેરી કોઈ સરકારી લાઈબ્રેરી નથી બલ્કે ગામના એ યુવકોના આર્થિક મદદથી ચાલે છે. જે આઈઆઈટીમાં સફળતા મેળવ્યા પછી આજે વિદેશોમાં નોકરી કરી રહ્યા છે. આની શરૂઆત 1996માં થઇ જ્યારે ગામના એક યુવક જિતેન્દ્રએ આઈઆઈટીમાં પ્રવેશ મેળવ્યો હતો. તેનાથી અહીંના બાળકો પ્રેરિત થયા અને અહીં જેઈઈની તૈયારીનો ક્રેઝ વધ્યો. જિતેન્દ્રએ જ અહીં વૃક્ષ બી ધ ચેંજ સંસ્થાના નામથી આ લાઈબ્રેરી શરૂ કરાવી, જ્યાં દરેક ઈચ્છુક બાળકો કોઈપણ પૈસા વિના ભણી શકે છે. અહીં પુસ્તકોની વ્યવસ્થા પણ છે.

ગામના બાળકોને સીનિયર્સ ઓનલાઇન ક્લાસ દ્વારા ભણાવે છે અને જેઈઈ માટે તૈયાર કરે છે. લોકડાઉનમાં શાળા કોલેજો બંધ હોવાના કારણે ઘર બેઠેલા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ આ લાઈબ્રેરીમાં આવીને પોતાની ઓનલાઇન ક્લાસ અટેન્ડ કરે છે.

લાઈબ્રેરીમાં ધોરણ 10માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીએ જણાવ્યું કે તે અહીં 4 વર્ષથી આવી રહી છે. તેને 12 સાયન્સમાં ભણવાનો ઈરાદો છે. પણ તેના સ્વર્ગવાસી પિતાનું સપનું પૂરુ કરવા તે આઈએએસ બનવા માગે છે. તો અન્ય એક ધોરણ 11ની વિદ્યાર્થીની સીમા કહે છે કે ઘરમાં પાવરલૂમના અવાજથી દૂર અહીં શાંતિમાં ભણવું તેને પસંદ છે. તો અન્ય એક વિદ્યાર્થી બિંદુલાલા JNUમાં ચાઈનીઝ લેન્ગવેજનો વિદ્યાર્થી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp